
અમરેલી જિલ્લાના આંબરડી નજીક આવેલા સફારી પાર્કમાં આજે સિંહણે ત્રણ બચ્ચાનો જન્મ આપ્યો હતો અગાઉ આજ સિંહણે સિંહ બાળનો જન્મ આપ્યો હતો તેજ માતાએ સિંહણના બચ્ચાને મારી નાખ્યા હતા આજે આ સિંહણે બચ્ચાને જન્મ આપતાની સાથે જ છુટ્ટા મુક્યા હતા વન વિભાગની ટીમે સિંહણે ના ત્રણેય બચ્ચાને જૂનાગઢ સક્કર બાગમાં ઉચ્છેર માટે મોકલી આપ્યા છે જોકે જૂનાગઢ સક્કર બાગ ખાતે પણ વધુ ત્રણ બચ્ચાનો જન્મ થતા આજે કુલ છ બચ્ચાનો જન્મ થયો છે તેમની ઉચ્છેર જૂનાગઢ સક્કર બાગ માં થશે
આજે જૂનાગઢ સક્કર બાગ અને સફારી બાગના કુલ છ બચ્ચા હવેથી જૂનાગઢ સકકર બેગમાંજ રહેશે તેમ વનવિભાગે જણાવેલ છે અમરેલીના આંબરડી સફારી પાર્કની આજ સિંહણે પોતાના જ સિંહ બાળને મોતને ઘાટ ઉતાર્યા હતા તેવી ઘટના ના બને તેથી વનવિભાગે અગાઉથી જ સાવધાની રાખી હતી અને આજે વેન વિભાગ હસ્તક લઇ સક્કર બાગ માં મોકલી આપ્યા હતા.