//

નર્મદાના સિસોદરા ગામમાં મહિલાઓએ રણચંડી બની કર્યો વિરોધ, જાણો વિગતો

નર્મદા જિલ્લામાં આવેલા સિસોદરા ગામમાં મહિલાઓ દ્વારા લિઝનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધમાં ગામની મહિલાઓ રણચંડી બની તંત્રના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરી રહી છે. જેમાં ગ્રામ પંચાયતની મંજૂરી વિના સરકાર દ્વારા લીઝ ફાળવવા આવી અને હાલમાં લિઝનું કામકાજ ચાલુ કરવામાં આવતા મામલો ગરમાયો છે.

નર્મદા જિલ્લાના સિસોદરા ગામની મહિલાઓએ ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યુ છે અને જો કોઈ ઉકેલ નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. નાંદોદ તાલુકાના સિસોદરા ગામના નદી કિનારા વિસ્તારમાં હાલ લિઝ સંચાલક દ્વારા રેતી કાઢવાનું કામકાજ ચાલુ કરાયું છે. આ કામગીરીના વિરોધમાં ગામની મહિલાઓએ ગામમા જ ઉપવાસ આંદોલન ચાલુ કર્યા છે.

આ ઉપરાંત મહિલાઓએ આક્ષેપ લગાવ્યો છે કે, આ લિઝ ચાલુ થવાથી અમારા ગામને મોટું નુક્શાન થશે, અમારું ગામ નીચાણ વાળા વિસ્તારમાં આવેલું છે તો લિઝ ચાલુ થવાથી અમારા ગામમા ભવિષ્યમાં પાણી ભરાશે. આ બાબતે નર્મદા જિલ્લાની સંબંધીત દરેક કચેરીઓમાં રજૂઆતો પણ કરવામાં આવી તેમ છતાં અમારું કોઈ સાંભળતું નથી. અમારા વિસ્તારના ચૂંટાયેલા નેતાઓ પણ અમારી વાત સાંભળતા નથી. જ્યાં સુધી આ લિઝ બંધ નહિ થાય ત્યાં સુધી અમે અમારું ઉપવાસ આંદોલન ચાલુ રાખીશું અને અવનારી ચૂંટણીનો બહિષ્કાર કરીશુંની ચીમકી ઉચ્ચારી છે.

Leave a Reply

Your email address will not be published.