///

સુરતમાં દિકરીને આનલાઈન અભ્યાસ માટે મોબાઈલ ન લાવી શકતા પિતાએ કરી આત્મહત્યા

સુરત શહેરમાં તાપી નદીના કાંઠે એક ઝુંપડામાં રહેતા આધેડ વયના વ્યક્તિે આત્મહત્યા કરી લીધી હતી. જેનું કારણ કોરોનાકાળમાં દિકરીને ઓનલાઈન અભ્યાસમાં મદદ ન કરી શકતા આ આધેડે આપઘાત કર્યાનું સામે આવ્યું છે.

આ ઘટનામાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સુરતના ડુમસ રોડ પર ગવિયર ગામના ભાટિયા ફાર્મ હાઉસ પાસેની વસવાટમાં રહેતા બાપીભાઇ ભાટિયા ફાર્મ હાઉસમાં માળી કમ વોચમેન તરીકે કામ કરતા હતા. તેમજ ચાર બાળકો સહિત 6 લોકોનું ગુજરાન પણ ટુંકા પગારમાં થઇ શકતું નહતું. એવા સમયે એક દિકરી 10માં ધોરણમાં અભ્યાસ કરે છે. તેને ઓનલાઇન ભણવા માટે મોબાઇલની જરુર હોવા છતાં બાપીભાઇ દિકરીને મોબાઇલ લાવી આપવા જેટલા સમર્થ ન હતા. ત્યારબાદ તેમણે બુધવારે તેમણે તાપી નજીકના એક ઝુંપડામાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

દેશમાં કોરોના મહામારીને કારણે છેલ્લા 8 મહિનાથી સ્કૂલ-કોલેજો બંધ છે. જેને પગલે ઘણી સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ ચાલુ કરાયું છે. પરંતુ તેના માટે મોબાઇલ કે કમ્પ્યુટર અને ઇન્ટરનેટની સુવિધા હોવી આવશ્યક છે. પરંતુ આપણા દેશમાં અનેક પરિવાર કારમી ગરીબીમાં જીવન જીવે છે. વળી લોકડાઉનને કારણે કરોડો લોકો બેરોજગાર થઇ ગયા છે. ત્યારે એક કે બેથી વધુ બાળકોના પરિવારજનોની ચિંતા બમણી થઇ ગઇ છે. દરેક બાળકને મોબાઇલ અપાવવાની ફરજ પડી છે.

Leave a Reply

Your email address will not be published.