
લોકડાઉનની સ્થિતિમાં અમદાવાદના કુલ 842 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તો 2 હજાર 490 લોકોની ધરપકડ પણ કરાઈ છે.. જાહેર નામાનો ભંગ કરનાર કલમ 188 મુજબ 79 કેસ નોંધવમાં આવ્યા છે અને 2 હજાર 391 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.. તો 269 અને 270 જેવી અન્ય કલમો મુજબ 60 ગુના નોંધવામાં આવ્યા છેજેમાં 83 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 8 ડ્રોનની મદદથી મદદથી 8 કેસ નોંધાયા છે જેમાં 39 લોકોની ધરપકડ કરવામાં આવી છે.. પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ જણાવ્યું કે શહેરમાં 6 જગ્યા પર કોરન્ટાઈન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે જ્યાં એક પીએસઆઈ સહિત 4 પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે.. સાથેજ સીટી પોલીસ દ્વારા હોમ કોરન્ટાઈનની કામગીરી કરવામાં આવી રહી છે.હેરના 2400 જેટલા લોકો હોમ કોરન્ટાઈન હેઠળ છે તો આ સંખ્યા પહેલા કરતા ઓછી છે.
પોલીસ કમિશ્નરે વધુમાં જણાવ્યું કે શહેરમાં C- ટીમ તૈયાર કરવામાં આવી છે જે સિનિયર સિટિઝનને મદદ કરી રહી છે ત્યારે ટીમ થકી ત્રણ હજાર સિનિયર સિટિઝનની નોંધણી કરવામાં આવી છે.. તો અમદાવાદ પૂર્વા અનેક વિસ્તારમાં C-ટીમ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે સાથેજ ટીમ દ્વારા સિનિયર સિટિઝનને દવા તથા કરીયાણા સહિતની મદદ પહોંચાડવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના ગોમતી પુર વિસ્તારમાં પોલીસ અને લોકો વચ્ચો ઘર્ષણ થયું હતું જેમાં એક પોલીસ કર્મચારીને ઈજા પહોંચી હતી જેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યોય છે ગોમતીપુરની ઘટના બાબતે પોલીસ કમિશ્નરે જણાવ્યું કે ગોમતીપુર વિસ્તારના લોલો દ્વારા જાહેરાનામાનો ભંગ કરાતો હોવાથી પોલીસ દ્વ્રારા યોગ્ય કાર્યવાહી કરાઈ હતી.પોલીસ કમિશ્નરે સ્પષ્ટ કર્યું કે ગોમતીપુરમાં થયેલા ઘર્ષણ દરમિયાન કોઈ પણ વ્યક્તિ નિઝામુદ્દિનનો ન હતો. નિઝામુદ્દિનની ઘટના બાદ સોશિયલ મીડિયા પર મુસ્લિમો વિરુદ્ધ એક લેટર વાયરલ થયો હતો.. જેને લઈને પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ કહ્યું કે પોલીસ વિભાગ દ્વ્રારા વાયરલ થયેલા લેટર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે. સાથે જ જો કોઈ કર્મચારી કે પોલીસ અધિકારીની તબિયત ખરાબ હોય તો તેમને રજા આપવામાં આવે છે.. સાથેજ ડ્યુટીના કલાકોમાં રોટેશન અને અન્ય પ્રક્રિયા ચાલુ રહે છે.