////

બ્રિક્સમાં PM મોદીએ આતંકવાદને લઈને પાડોશી દેશ પર સાધ્યું નિશાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બ્રિક્સ સમૂહના વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. આ બ્રિક્સ સંમેલનમાં પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન આતંકવાદના મુદ્દા પર પાડોશી દેશ પાકિસ્તાનને આડે હાથ લીધો છે. આ સિવાય પીએમ મોદીએ એકવાર ફરી યૂએન સિક્યોરિટી કાઉન્સિલમાં ફેરફારનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.

આ સંમેલનમાં પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ગ્લોબલ ગવર્નેંસની ક્રેડિબિલિટી અને ઇફેક્ટિવનેસ બંન્ને પર પ્રશ્ન ઉઠી રકહ્યા છે. જેનું મુખ્ય કારણ છે કે, તેમાં સમયની સાથે સાથે યોગ્ય ફેરફાર પણ કરવામાં આવ્યા નથી. જે હજુ પણ 75 વર્ષ જૂના વિશ્વની માનસિકતા તેમજ વાસ્તવિકતા પર નભેલું છે. ભારતનું માનવું છે કે, યૂએ સિક્યોરિટી કાઉન્સિલમાં ફેરફાર ખુબ જરૂરી છે. આ વિષય પર અમને અમારા બ્રિક્સ પાર્ટનરના સહયોગની અપેક્ષા છે.

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, યૂએન સિવાય અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ વર્તમાન વાસ્તવિકતાઓ હેઠળ કામ કરી રહી નથી. જેમ કે ડબ્લ્યૂટીઓ, આીએમએફ, ડબ્લ્યૂએચઓ જેવી સંસ્થાઓમાં પણ સુધાર થવો જોઈએ.

તો આતંકવાદનો ઉલ્લેખ કરતા તેમણએ જણાવ્યું કે, આતંકવાદ આજે વિશ્વની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. આપણે તે નક્કી કરવું પડશે કે, આતંકવાદીઓને સમર્થન અને સમર્થન આપનાર દેશોને પણ દોષી ઠેરવવામાં આવે અને આ સમસ્યાનો સંગઠિત રીતે મુકાબલો કરવામાં આવે. અમને ખુશી છે કે, રશિયાની અધ્યક્ષતા દરમિયાન બ્રિક્સ કાઉન્ટર ટેરરિઝ્મ સ્ટ્રેટજીને અંતિમ રૂપથી આપવામાં આવે. આ એક મોટી સિદ્ધિ છે. ભારત આ કાર્યને પોતાની અધ્યક્ષતા દરમિયાન વધુ આગળ વધારશે.

Leave a Reply

Your email address will not be published.