///

કોંગ્રેસના સાશનમાં ધૃતરાષ્ટ્રવાળું બજેટ જોવા મળતું : જીતુ વાઘાણી

ગુજરાત સરકાર નું આજે વિકાસલક્ષી અને પૂર્ણતઃ વાળું બજેટ રજુ કરવામાં આવ્યું છે તેને હું સહર્ષ આવકારું ચુ કારણકે ભૂતકાળમાં જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે જે બજેટ આવતા હતા તેના કરતા આજના બજેટમાં હાથી ઘોડાનો ફર્ક છે ભાજપ સરકાર આવી ત્યારથી ગુજરાતનું બજેટ વિકાસલક્ષી બજેટ હોઈ છે આજના ગજેટને લઇને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે અમારી ભાજપ સરકારના નાણામંત્રીએ તમામ વર્ગ અને લોકોને આવરી લેતું બજેટ રજુ કર્યું છે જીતુ વાઘાણી એ જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો માટે ખાસ પ્રકારની જોગવાઈઓ કરી છે આવનારા દિવસોમાં દરેક સમાજને આ બજેટથી બહોળો ફાયદો થવાનો છે.

જ્યારથી ગુજરાતમાં ભાજપ સરકાર આવી ત્યારથી 24 કલાક વીજળી,પાણી સહીતની સુવિધાઓ કરી આપવામાં આવી છે અને બાળકોના અભ્યાસ માટે ખાસ પ્રકારની સ્કૂલો બનાવેલ છે તે સ્કૂલોને મોડેલ સ્કૂલ તરીકે વિકસાવેલ છે રોડ રસ્તા ગટરના પ્રશ્નો રહ્યા જ નથી ગુજરાત દેશનું એક મોડેલ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે આ બજેટ માં ખેડુતોને દિવસે વીજળી આપવાનો અમારી સરકારે નિર્ણય લીધો છે તે ખુબજ સરાહનીય છે તેને આવકારી એ છે જીતુ વાઘાણી એ જણાવ્યું હતું કે કોંગ્રેસના સાશનમાં ધૃતરાષ્ટ્ર વાળું બજેટ જોવા મળતું આજે વિકાસશીલ રાષ્ટ્રવાળું બજેટ જોવાઈ રહ્યું છે.

પહેલા કોઈ વિકાસ ના કામો થતા નોહતા થતા આજે ગુજરાત વિકાસ માં પ્રથમ નંબર 1 પર છે અને 1995 બાદ જ રાજ્યના નાગરિકોને વિકાસની પ્રતીતિ થઈ રહી છે 1995 માં 10 હજાર કરોડનું અને અત્યારે 2.17 લાખ કરોડનું બજેટ છે જે પ્રજા પણ જુએ છે કે પહેલા ના અને આજ ના બજેટ માં કેટલો ફર્ક છે પહેલા બજેટો અને આજ ના બજેટ માં તમામવર્ગ ને આવરી લેવા માં આવ્યા છે અને ભવિષ્ય માં મોટા ફાયદા થનાર છે ખેડૂતોને પોતાની સરકાર હોય એવી પ્રતીતિ બજેટ થી થઈ રહી છે જયારે કોંગ્રેસના સમયે વીજળી જ મળતી ના હતી, દિનકર યોજના થી હવે દિવસેવીજળી મળશે તેવું પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી એ જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published.