/

કોરોના લડતમાં બોર્ડ નિગમ સહિતની સંસ્થાઓના ચેરમેનો વાઇસ ચેરમેનો એક માસનો પગાર રાહત ફંડમાં જમા કરાવશે: જીતુ વાઘાણી

કોરોના વાયરસનું સંકટ વધુ ઘેરાઈ રહ્યું છે સરકાર અને રાજકીય પક્ષો ચિંતિત બની ગયા છે કોરોના વાયરસની લડત માં સરકારના ધારાસભ્યોએ મુખ્યમંત્રી રાહત ફંડમાં એક એક માસનો પગાર જમા કરાવવાની જાહેરાત બાદ હવે રાજ્યના જુદાજુદા વિભાગો પણ આગળ વધી રહ્યા છે અને કોરોના લડત માં પોતાનું અનુદાન આપી રહ્યા છે આજે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આજે જાહેરાત  કરી હતી હાલ દેશ અને દુનિયા મુશ્કેલી માં છે કોરોના સામે લડત લડી રહી છે તેથી ગુજરાત સરકારના બોર્ડ નિગમોના ચેરમેનશ્રીઓ તેમજ ગુજરાતની તમામ મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓના ભાજપ શાશિતના નગરસેવકો, શિક્ષણ સમિતિઓના તમામ સભ્યો તથા ટ્રાન્સપોર્ટ સમિતિઓના તમામ સભ્યો તેમનો એક મહિનાનો પગાર કોરોના વાયરસ આફતમાં સહાય કરવા માટે રચવામાં આવેલા મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવશે અને કોરોના ના કહેર ને ડામવા માં  મદદરૂપ થશે.

Leave a Reply

Your email address will not be published.