વિશ્વ સહિત દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે. હાલ દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે તેવુ લાગે છે. તેમાં પણ જો આંકડા પર નજર કરવામાં આવે તો, અત્યાર સુધી કુલ 1 કરોડ 1 લાખથી પણ વધુ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 96 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24,712 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 312 લોકોના મોત નિપજ્યા છે અને 29,791 દર્દી સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે.
India records 24,712 new COVID-19 cases, 29,791 recoveries, and 312 deaths in the last 24 hours, as per Union Health Ministry
— ANI (@ANI) December 24, 2020
Total cases: 1,01,23,778
Active cases: 2,83,849
Total recoveries: 96,93,173
Death toll: 1,46,756 pic.twitter.com/Azt7FlUWT7
આમ, નવા કેસ આવતાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને કુલ 1,01,23,778 પર પહોંચી ચૂકી છે. જ્યારે દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં દેશમાં અત્યાર સુધી કુલ 96,93,173 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં કોરોનાના 2,83,849 કેસ એક્ટિવ છે. જ્યારે કુલ 1,46,756 લોકોના આ મહામારીથી મોત નિપજ્યાં છે.