//

છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 6396 નવા કેસ નોંધાયા, 99 લોકોના મોત

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો હાહાકાર વધી રહ્યો છે, ત્યારે હવે કોરોના વાઈરસ દિલ્હીમાં જીવલેણ સાબિત થઈ રહ્યો છે. દિલ્હીમાં દર એક કલાકે કોરોના સંક્રમણને કારણે ચાર લોકોના મોત થઈ રહ્યાં છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 6396 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 99 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.

દિલ્હીમાં છેલ્લા પાંચ દિવસની અંદર કોરોનાથી 500 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા હાલ 42 હજારથી પણ વધુ થઈ ગઈ છે. દિલ્હીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 4 લાખ 95 હજાર 598 પર પહોંચી ગઈ છે. છેલ્લા 16 દિવસમાં દિલ્હીમાં કોરોનાના નવા એક લાખ કેસ નોંધાયા છે, જ્યારે 1200 લોકોના કોરોનાથી મોત થયા છે.

તો બીજી બાજુ ગુજરાત રાજ્યમાં પણ તહેવારોની સિઝનની સાથેસાથે કોરોનાનું સંક્રમણ પણ વધતું જાય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1125 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના નવા 218 પોઝિટીવ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતમાં 158, વડોદરામાં 96, રાજકોટમાં 55, જામનગરમાં 17, ભાવનગરમાં 5, જૂનાગઢમાં 11 અને ગાંધીનગરમાં નવા 36 પોઝિટીવ કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં વધુ 7 દર્દીના મૃત્યુ થયા છે.

Leave a Reply

Your email address will not be published.