////

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 908 કેસ નોંધાયા, 4ના મોત

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ ત્રણ આંકડામાં આવી ગયા છે. તો બીજી બાજુ કોરોનાને મ્હાત આપતા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં 1100થી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવના નવા 908 કેસો નોંધાયા છે. જ્યારે 4 દર્દીઓના મૃત્યુ થયા છે. તેમજ 1102 દર્દીઓ સાજા થયા છે.

આ ઉપરાંત હાલ કુલ 61 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 13677 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 3693 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 168081 પર પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published.