
ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને રાજ્યસભાની ચૂંટણી ફોર્મની પ્રક્રિયા ચાલી રહી હતી તેવા સમયે યુવાનેતા જીગ્નેશ મેવાણીએ નાયબ મુખ્યમંત્રીને કવિ અંદાજમાં ઘણું બધું કહી દીધું અને નીતિનભાઈએ પણ પોતાની આગવી અદામાં અમારે પણ કવિ બનવું પડશે તેમ જણાવી ચાલતી પકડી હતી જીગ્નેશ મેવાણીએ એક એવો સવાલ વિધાનસભ ગ્રહમાં કર્યો કે ખુદ વિધાનસભા અધ્યક્ષ પાર્ટીના બચાવમાં ઉતરી આવ્યા અને પાર્ટીને બચાવવાની કોશિશ કરી હતી જીગ્નેશ મેવાણી ધારાસભ્ય છે અને ગૃહમાં અવાર નવાર સવાલો કરીને ધારાસભ્યો અને સત્તાધારી પક્ષના મોઢા સીવી લેવામાં માહિર ગણાય છે ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એવો તો કયો સવાલ કર્યો કે ખુદ અધ્યક્ષ પણ મુંજાઈ ગયા અને પાર્ટીના બચાવમાં ઉતરી આવ્યા જાણો હવે જીગ્નેશ મેવાણીના શું હતા સવાલો
જીગ્નેશ મેવાણીનો સવાલ
સરકારી યોજનામાં ખેડૂતો અરજીઓ નથી કરતા એક તરફ રાજ્ય સરકાર મોટી મોટી યોજનાની ગુલબાંગ પોકારે છે ત્યારે ખેડૂતો સરકારથી કેમ નારાઝ છે અનાજ સંગ્રહ માટે સરકાર પાસે ગોડાઉન બનાવવાની કોઈ યોજના છે ત્યારે મંત્રી ઈશ્વર પટેલ જવાબ આપવામાં ખચાઈ ગયા હતાને અનાજના ગોડાઉનની યોજનાથી અજાણ કેમ છે તે એક સવાલ બની ગયો હતો સાત વર્સષ થી ગ્રામ વિકાસની ગ્રાન્ટ લાવ્યા એ કેન્દ્રની થપ્પડ નથી તે સમયે વીરજી ઠુમ્મરે મોદી સરકાર પાર નિશાન તાક્યું હતું અને જણાવ્યું હતું કે સરકાર આવી યોજના કેમ લાવી નથી શકી શું ગામડાના યુવાનોને ઓલમ્પિ મેડલ જીતવાનો હક્ક નથી ત્યારે ઈશ્વર પટેલ બરોબરના મુંજાયા અને એવા ભરાયા કે ખુદ અધ્યક્ષને મંત્રીની વહારે આવ્વ્યુ પડ્યું અને કહેવું પડ્યું કે તાલુકા અને ગામની સ્કૂલોમાં રમત ગમતના મેદાનો છે કે કેમ તે બાબત હું પણ રમત ગમત મંત્રી રહી ચુક્યો છું અને બધું જાણું છું એમ કહી ને વાતને વાળી લેવાની કોશિશ કરી હતી. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સવાલો થી સરકાર તો મુંજાઈ ગઈ હતી પરંતુ અદ્યક્ષ ને પણ પણ જવાબ આપવા માં પરસેવો છૂટી ગયો હતો.