///

LIVE મેચમાં ભારતીય યુવાને ઓસ્ટ્રેલિયન લેડીને Propose કર્યું, હા પાડી તો ગ્લેન મેક્સવેલે…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ખાતે ત્રણ વનડે સીરિઝની બીજી મેચ ચાલી રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 390 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ આ વચ્ચે મેદાન બહાર ભારતના એક યુવાને દિલ જીત્યું છે. જી હા ભારત અને ઓસ્ટ્રેલિયાની ચાલી રહેલી બીજી વન ડે મેચમાં એક ભારતીય યુવકે ચાલુ મેચમાં પ્રપોઝ કર્યું હતું, જેને કેમેરામાં કેપ્ચર કરવામાં આવ્યું હતું.

બ્રોડકાસ્ટર ફોક્સ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં ભારતીય યુવાન ઓસ્ટ્રેલિયન લેડીને પ્રપોઝ કરતો જોવા મળે છે. છોકરી તેનું પ્રપોઝલ એક્સેપટ કરતા હા પાડીને રિંગ પહેરે છે. પછી કપલ કિસ તેમજ હગ કરે છે. આ દ્રશ્યો જોઈને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પણ ખુશ થઈને તાડી પાડે છે.

Leave a Reply

Your email address will not be published.