
કોરોનાની દહેશતને પગલે શહેરની હોસ્ટેલોમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના આદેશથી આગામી 29મી માર્ચ સુધી કોલેજો અને સ્કુલોમાં રજા આપી દેવામા આવી છે ત્યારે બીજીતરફ હોસ્ટેલમાં મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ રહેતા હોવાથી હોસ્ટેલો પણ ખાલી કરાવી દેવામા આવી છે. ગુજરાત યુનિવર્સિટી, સમરસ હોસ્ટેલ અને અન્ય હોસ્ટેલો ખાલી જોવા મળી રહી છે. ગુજરાત યુનિવર્સીટીએ પરિપત્ર જાહેર કરીને વિદ્યાર્થીઓને આગામી 29મી માર્ચ સુધી હોસ્ટેલમા પ્રવેશવા પર પ્રતિબંધ લાદી દીધો છે બીજીતરફ રાજ્યમાં 700 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ રાજ્યમાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે તેમને પણ હોસ્ટેલની બહાર ન નિકળવા આદેશ કરવામા આવ્યો છે. કોરોનાના કહેર વચ્ચે ઇરાન અને મોરેશ્યસથી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પરત ફરવા માંગે છે પરંતુ પરિસ્થિતીને જોતા તેઓ ભારત આવી શકશે નહી.