//

કોરોનાના કકળાટ વચ્ચે પરેશ ધાનાણીએ અબોલ પશુની ચિંતા કરી ટ્રેક્ટર પર નીકળ્યા

કોરોના કહેરમાં માણસો ઘરમાં પુરાઈ રહ્યા છે લોકડાઉનના કારણે લોકો ઘરની બહાર નીકળી નથી શકતા તેવા સમયમાં અબોલ પશુ ભૂખ્યા રહે છે. તેની ચિંતા કરતા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી છે અમરેલી જિલ્લામાં ધારાસભ્ય તરીકે લોકોને ભોજન અને કીટ વિતરણ કરતા કરતા પરેશ ધાનાણીએ આજે વહેલી સવારે અબોલ પશુને પણ ઘાસચારો ખવડાવી અબોલ જીવની હોજરીમાં ઠંડક પહોંચાડવાનું કામ કર્યું હતું

એક તરફ લોકડાઉનમાં માણસોને પણ ખાવાના સાસા પાડવા લાગ્યા છે ત્યારે અબોલ પશુને કોણ ખવડાવશે તેની ચિંતા કરતા પરેશ ધાનાણી આજે જાતે વહેલી સવારે ઉઠીને જાતે જ ટ્રેકટર ચલાવી પોતાના હાથેથી મૂંગા પશુઓને ઘાસચારો ખવાડવી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડેલ છે. આજના સમયે લોકો રાજકારણીઓ પોતાના ઘરની બહાર પણ નીકળતા પરંતુ પરેશ ધાનાણીએ પોતાનો જીવ દાવ પાર લગાવી મૂંગા પશુઓની સેવા આદરી છે.

Leave a Reply

Your email address will not be published.