/

ઉનાળામાં ફાળોનો રાજા કેરી થશે મોંઘી

ઉનાળો આવતા સ્વાદના શોખીનો ને કેરીની યાદ આવે મોઢા માંથી લાડ ટપકવા લાગે પરંતુ આ વર્ષે ઉનાળાની હજુ તો મંદ શરૂઆત થઇ છે કેરીની પણ આવક નથી થઇ કહેવાય છે કે ટાઢ હોળી તાપીને જાય  શિયાળો હજુ ગયો નથી અને ગરમી હજુ આવ નથી પરંતુ હોળી સમયે કમોસમી વરસાદની આગાહી થી કેરીના પાકને મોટું નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે હજુ તો આંબે મોર જોવા મળ્યા ત્યાં જ હવામાન વિભાગે આગાહી કરી બે દિવસ પહેલા સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં છુટાછવાયા જાપટા પડ્યા હતા જેના કારણે આંબાના ફાલ ને સામાન્ય નુકશાન થયું છે હજુ ખેડૂતો પાક વીમા અને સિંચાઈના પાણીની માંગને લઇને જજુમી રહ્યા છે ત્યાંજ વળી કમોસમી વરસાદની આગાહી થી જગતનો તાત દ્રિધામાં મુકાઈ ગયો છે ,જો હોળી સમયે કમોસમી વરસાદ પડે તો આંબે આવેલા મોર માં જીવાત પડી જાય અને કેરી મબલખ પાકને વિપુલ પરમં માં નુકશાન થાય અને ખેડૂતોને પડ્યા પર પાટુ પડે તેવી હાલ સ્થિતિ જોવા મળી રહી છે હાલ ઉનાળો નજીક આવી રહ્યો છે સ્વાદના શોખીનો કેરીની રાહ જોઈને બેઠા છે ત્યારે આ વર્ષે કમોસમી વરસાદને કારણે કેરીના ભાવ બમણા થાય તેવી ભીતિ પણ સ્વાદના શોખીનો માં છે 

Leave a Reply

Your email address will not be published.