//

સોમનાથના સુત્રાપાડામાં આહીર સમાજે જુના જમાનાની અપાઈ યાદ,બળદગાડામાં નીકળી જાન

ગીર સોમનાથ જિલ્લામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરા ને ઉજાગર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. સુત્રાપાડા તાલુકાનાં ઉંબરી ગામે એક જાન આવીએ પણ શણગારેલા બળદ ગાડામાં..!! ઢોલ, શરણાઈના નાદ વચ્ચે જાનૈયાઓ ઝુમ્યા.તો જાનની આગતા સ્વાગતા અને લગ્ન વિધિ પણ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે થઈ. કહેવાય છે કે, “સાચું ભારત તો ગામડાઓમાં વસે છે.” આ વાતને યથાર્થ ઠેરવાતો એક કિસ્સો ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા તાલુકાનાં ઉંબરી ગામે સામે આવ્યો. આ ગામમાં જ વસતા બે આહીર પરિવાર વચ્ચે સંબંધ બંધાયો. દીકરા દીકરીની સગાઈ થઈ. અને થોડા સમય બાદ લગ્નનું મુરત પણ આવી ગયું. ગામનાં એક છેડાથી બીજા છેડા સુધી સંદીપ પંપાણિયા નામનાં એજ્યુકેટેડ યુવાનની જાન નીકળી. અને એ પણ બળદ ગાડામાં.! નહિ કોઈ ડી.જે.ની ધમાલ કે નહીં કોઈ અતિશોયકતી.

સુંદર મજાનાં શણગારેલા બળદ ગાડામાં વરરાજા ગોઠવાયા અને બીજા શણગારેલા ગાડામાં જાનૈયાઓ એક તરફ લગ્ન ગીતો શરૂ થયા અને બીજી તરફ શરણાઈ અને ઢોલ ઢબુકયા. વર્ષો જૂની ભારતીય પરંપરા અને સંસ્કૃતિ મુજબ જાન પ્રસ્થાન થઈ. વરરાજાનાં પિતાની અને દાદાની એવી ઈચ્છા હતી કે,”તેના પુત્રની જાન ભારતીય પરંપરા મુજબ બળદ ગાડામાં જોડવી તેમજ જુના રીત-રિવાજો મુજબ પોતાનાં પુત્રનાં લગ્ન થાય.”આ વાતનું બીડું વરરાજાનાં કાકાએ ઝડપ્યું સાથે કન્યા પક્ષ પણ જોડાયો અને આ આધુનિક વેલ એજ્યુકેટેડ વરરાજા એ આ વાત સ્વીકારી જેથી આ અનોખી જાન અને અનોખા લગ્ન યોજાયા.આવી રીતે પંપાણિયા પરિવારે વડીલોની ઈચ્છા પુરીતો કરીજ સાથે આજનાં યુવાનોને નવો રાહ ચીંધ્યો.

ગીર સોમનાથનાં ઉંબરી ગામે એક છેડેથી બીજા છેડે બળદ ગાડામાં આવેલી જાનએ અનોખું આકર્ષણ જગાવ્યું હતું. વરરાજા સંદીપભાઈ ગ્રેજ્યુએટ થયેલા છે.તો એમનાં ધર્મ પત્ની પણ શિક્ષિત છે. ભારતીય પરંપરાને જાળવી રાખવાનાં શુભ હેતુથી આધુનિક સવલતો જેવી કે, ડીજે,મોટર કાર સહિત અન્ય ભૌતિક સુવિધાઓનો ઉપયોગ ટાળી આ પંપાણિયા પરિવાર બળદ ગાડાંમાં જાન લઈને આવ્યો.તો સાથોસાથ આ નવપરણિત યુગલ માટે ગાર-માટીનાં નળિયાં વાળું ઘર સજાવવામાં આવ્યું. ગામડાનાં લોકો આજે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને અનુસરી રહ્યા છે.તે અત્યંત આશ્ચર્ય જનક ઘટનાં રહી.”સાચું સુખ તો સાદાઈમાં છે.”

તેવું જણાવતા શિક્ષિત વરરાજા સંદીપભાઈ જણાવ્યુ હતું કે, દેખાદેખીમાં ખોટા ખર્ચાઓ કરી સમાજ આર્થિક રીતે તૂટી રહ્યો છે સાથે ભારતીય પરંપરા અને સંસ્કૃતિ ભુલાઈ રહી છે.વડીલોની ઈચ્છા હતી કે હું સાદાઈની સાથે આપણી સંસ્કૃતિ મુજબ લગ્ન કરી આ વાત મને પણ યોગ્ય લાગી અને મેં સંપૂર્ણ ભારતીય પરંપરા મુજબ લગ્ન કર્યા.જેમાં મને મારી પત્નીનો સહકાર પણ મળ્યો.” ગીર સોમનાથનાં સુત્રાપાડાનાં ઉંબરી ગામે આ અનોખા અને દેશી પદ્ધતિ પ્રમાણે યોજાયેલા લગ્નએ અનેરૂ આકર્ષણ ઉભું કર્યું હતું.બળદગાડામાં આવેલી જાનને નિહાળવા આખું ગામ ઉમટયું હતું. તો ઢોલ-શરણાઈના તાલે જાનૈયાઓ ખીલી ઉઠ્યા હતા.વરરાજાનાં દાદા અને બહેન અતિ ખુશ હતા. તેઓને આ કાર્યથી ઘણોજ સંતોષ હતો.પોતાનાં ભાઈનાં લગ્ન પરંપરાગત રીતે થવાના હોઈ આનંદ ક્યાંય સમાતો ન હતો.

Leave a Reply

Your email address will not be published.