////

‘Call me…’ વીડિયોમાં આ અભિનેત્રીએ પોતાની હોટ અદાનો જાદુ પાથર્યો

બોલીવુડ જગતમાં ગ્લેમરસ અદા અને હોટ અવતારને લઈને પોતાના ચાહકોનું દિલ જીતનારીઅભિનેત્રી નોરા ફતેહી પોતાના લુકને લઈને ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે આ વખતે તે પોતાની ખૂબસૂરતી અને જબરદસ્ત ડાન્સ મૂવ્સના કારણે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વખતે નોરાએ પોતાના એક્સપ્રેશન અને દિલકશ અદાઓને કારણે ચર્ચા જગાવી છે.

આ વીડિયોમાં નોરા કોલ મી સોંગ પર પોતાના એક્સપ્રેશન્સ અને દિલકશ અદાઓથી તેના ચાહકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરી રહી છે. ત્યારે તેના આ ડાન્સ મૂવ્સ ફરી એકવાર સોશિયલ મીડિયા યૂઝર્સની વચ્ચે ધમાલ મચાવી રહ્યા છે. ફેન્સ પણ તેની આ સ્ટાઈલને ઘણી પસંદ કરી રહ્યા છે.

આ વીડિયોમાં નોરાએ બ્લૂ શિમરી હાઈ થાઈ સ્લિટ ગાઉન પહેર્યું છે. તેણે પોતાના આ લુકને લાઈટ રોઝી મેકઅપ અને રેડ લિપસ્ટિકે પૂરો કર્યો છે. તેણે પોતાના વાળને સોફ્ટ કર્લ્સની સાથે ખુલ્લા રાખ્યા છે. ત્યારે નોરાનો આ લુક સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

જો નોરાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ સમયે તેની પાસે અનેક પ્રોજેક્ટ્સ લાઈનમાં છે. ટૂંક સમયમાં તે અજય દેવગણની ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં જોવા મળશે. આ સિવાય તે ટીવી રિયાલિટી શો ડાન્સ દીવાને-3માં જજ તરીકે જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published.