/

કોરોનાને પગલે રઘુંવશી સમાજની અનોખી પહેલ દુઃખની લાગણી વ્યક્ત કરી બેસી નહિ રહેવા કરી સમાજે અપીલ

19 MARCH

પોરબંદર

ચાયનાથી નીકળેલો વાયરસ હવે દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે ભારત સહીતના દેશોમાં કોરોનાના ફફડાટ થી પ્રજા અને સરકાર ધ્રુજી ઉઠી છે સરકારે જાહેર સ્થળો પાર પબ્લિક એકત્રિત નહિ થવા આદેશો કર્યા છે કેટલાક જિલ્લામાં કલામ 144 લાગુ કરી દેવામાં આવી છે દેવસ્થાનો અને ગુરુદ્વારો પણ 29 મી માર્ચ સુધી બંદ રાખવાનો નિર્ણય વહીવટ કરતા લોકોએ કર્યો છે સરકારે સ્કૂલ કોલેજ અને સિનેમાઘરો જેવા સ્થળો પર પબ્લિકની અવાર જવર પર રોક લાગવી અને જનજાગૃતિના કાર્યકમો શરૂ કર્યા છે તેમાં કેટલીક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે તેની સાથે સમાજના આગેવાનોએ પણ કોરોના ચેપ વધુના પ્રસરે તેવા ઉદેશ થી સમાજને નવો રાખ ચીંધ્યો છે અને જણાવ્યું છે.

ઉઠમણાં અને બેસણામાં લોકોએ બેસી નહિ રહી અને માત્ર પોતાની લાગણી દર્શાવી બે હાથ જોડી સરકારના સહિયારા પ્રયાસમાં ભાગીદાર બનવાનું આહવાન કર્યું છે જેમાં પોરબદંર લોહાણા મહાજન વાડી ખાતે ઉઠમણાં હોલમાં દરરોજ યોજાતા બેસણા અને ઉઠમણાંમાં માત્ર લોકો દુઃખની લાગણી વ્યક્ત કરી બે હાથ જોડી મૃતક પરિવારને સાંતવત આપી રાષ્ટ્રીય નિર્ણયને આવકારેલ છે જેમાં સમાચારવાલાની પોરબદંર લોહાણા મહાજન પ્રમુખ સંજય કારિયા સાથે ની વાત માં જણાવેલ હતું કે લોકો ઉઠમણાં માં કે બેસણા માં અડધો કલાક બેસે તે આસપાસના લોકોને કોરોના વાયરસની અસર થવાની શક્યતા ઓ હોઈ છે તેથી જ્યાં સુધી સરકારનો બીજો નિર્ણયના આવે ત્યાં સુધી લોકોએ રાષ્ટ્રીય જનજાગૃતિ કાર્યમાં સહભાગી થવાની અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.