///

‘નિવાર’ વાવાઝોડાના એંધાણ, NDRFની ટીમ તૈનાત

નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ (NDRF)એ ચક્રવાત નિવારને ધ્યાને લઈ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવા માટે 30 ટીમને તૈયાર કરી છે. આ વાવાઝોડું મંગળવારથી બુધવારની વચ્ચે આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને પુડ્ડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારમાં ત્રાટકી શકે છે.

આ તકે NDRFની એક અધિકારીએ જણાવ્યું કે 12 ટીમની પૂર્વ તૈનાતી કરવામાં આવી છે. બીજી તરફ 18 અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં તૈનાતી માટે તૈયાર છે.

આ ટીમોને પ્રભાવિત વિસ્તારોથી સ્થાનિક લોકોને ખસેડવામાં સહાયતા પહોંચાડવા સહિત રાહત અને બચાવ કાર્યો માટે સ્થાનિક અધિકારીઓ સાથે સમન્વય કરીને તૈનાત કરવામાં આવશે. NDRFની એક ટીમમાં કાર્યોને જોતાં લગભગ 35થી 45 જવાન હોય છે અને તેમની પાસે વૃક્ષ અને થાંભલાને કાપવાના મશીનો, સામાન્ય દવાઓ અને પ્રભાવિતોને મદદ કરવા માટે અન્ય સંસાધન હોય છે.

કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતાવાળી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ સોમવારે અહીં બેઠક યોજી અને વાવાઝોડાને ધ્યાને લઈ અનેક ઉપાયો પર વિચાર કરવાની સાથે જ સંબંધિત રાજ્ય સરકારો સહિત અનેક પક્ષોને પ્રભાવિત ક્ષેત્રોમાં સામાન્ય સ્થિતિ વહેલી તકે પૂર્વવત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આ વચ્ચે આંધ્ર પ્રદેશની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું કે બંગાળની ખાડીમાં ભારે દબાણનું ક્ષેત્ર વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને 25 નવેમ્બરે ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્રની વચ્ચે દરિયાકાંઠા વિસ્તારને પાર કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.