/

કોરોના વાયરસને પગલે રાજ્યના 8 જિલ્લાના પ્રભારી સચિવોની બદલી

ગુજરાત સહીત દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે રાજકિય સરકારે તાત્કાલિક અસરથી રાજ્ય ના 8 જિલ્લાઓમાં પ્રભારી સચિવો બદલી નાખ્યા છે અને તાત્કાલિક પગલાં લેવાના આદેશો આપ્યા છે ગુજરાતમાં આરોગ્ય અને સ્વાસ્થ્ય વિભાગની નબળી કામગીરીથી સરકાર હરકતમાં આવી છે અને કોરોના વાયરસનો ચેપ વધુના ફેલાય તે માટે આગોતરા આયોજન કરી અહીં છે જેના ભાગરૂપે આજે રાજ્યના 8 જિલ્લા માં પ્રભારી સચિવોને બદલી નાખવામાં આવ્યા છે રાજ્ય સરકારે કોરોનાને કારણે મોટાપાયે ફેરફાર કરી ચેપને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો છે

રાજ્ય ના આઠ જિલ્લાનાં પ્રભારી સચિવ બદલી નાખવામાં આવ્યા છે જેમાં લોકપ્રશ્નનું ઉચ્ચ સ્તરે મોનિટરિંગ કરવા નિર્ણયકરવામાં આવ્યો છે અમદાવાદમાં પ્રભારી સચિવ તરીકે મુકેશકુમાર જામનગરમાં પ્રભારી સચિવ તરીકે S.M.પટેલ કચ્છનાં પ્રભારી તરીકે એમ.થેન્નારસન છોટાઉદેપુરમાં પ્રભારી તરીકે મમતા વર્મા મોરબીમાં પ્રભારી તરીકે મનીષા ચંદ્રા નિમાયા આઠ જિલ્લા સિવાયનાં અન્ય જિલ્લામાં પ્રભારી સચિવ યથાવત રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.