/

મહામારીના કહેર વચ્ચે રાજકોટના ધોરાજીમાં 144 ની કલમ લાગુ પાનના ગલ્લા અને કોલ્ડ્રીંક પર પ્રતિબંદ ફરમાવ્યો

હરેશ ભાલીયા
 જેતપુર 21 March

દેશ અને દુનિયા કોરોનાના કકળાટ થી ત્રાહિ મામ પોકારી ઉઠી છે ત્યારે નાનાએવા ધોરાજી ગામમાં પણ કોરોના ઇફેક્ટના આવે તેના સાવચેતીના પગલાંરૂપે જિલ્લા કલેકટરે ધોરાજી તાલુકાના જામકંડોરણા માં 144  ની કલમ લાગુ કરી દેવા માં આવી છે જેના પગલે ગામના તમામ પાનના ગલ્લા, ચાની કીટલી અને કોલ્ડ્રીંકના વેચાણ પણ નહીં થાય કલેકટર દ્વારા 144નું જાહેરનામું લોકોએ સ્વૈચ્છિક રીતે સ્વીકારી લીધું છે અને સરકાર જે નિર્ણયો લે છે તે લોકોના આરોગ્ય અને સુખાકારી માટે ના નિર્ણયો લે છે તેમાં વેપાર ધંધા પર અસર પાડવા કરતા લોકોના આરોગ્યની ચિંતા ખુબ જ મહત્વ ની બની છે ત્યારે ધોરાજી તાલુકાના જામ કંડોરણા ગામે કલમ 144 લાગુ થતા જ પાનની દુકાનો, ચાની હોટલો, કોલ્ડ્રિક્સ તમામ પ્રકારની દુકાનો બંધ કરવા કામગીરી શરૂકરી દેવા માં આવી છે અને વાયરસને અટકાવવા લોકો પણ જાગૃત બન્યા છે

ગામ ના પ્રબુદ્ધ નાગરિકો ના મતે ૨૨ થી  ૨૯ તારીખ સુધી બંધ રાખવા જાહેરનામું છે તેની ચુસ્તપણે અમલવારી ગામ લોકો કરશે તેવી પણ ખાતરી આપવા માં આવી રહી છે આઠ દિવસ ચાની દુકાનો, પાનની દુકાનો, ઠડાં પીણાંની દુકાનો બંધ રાખવા જિલ્લા કલેકટરનો જાહેરનામું પાનની દુકાનો ખાણી પીણીની દુકાનો અને ઠંડા ગરમ પીણાની દુકાનો તંત્ર દ્વારા બંધ કરવા માં આવી ધોરાજી ડેપ્યુટી કલેકટર મામલતદાર અને ધોરાજી પોલીસ સ્ટાફ દ્વારાદુકાન લારીઓ બંધ કરાવાઈ તંત્ર દ્રારા જે કામગીરી કરવા માં આવી રહી છે તે લોકોના જન આરોગ્યની ચિંતા માટે કરવા માં આવતી હોવાનું પણ અધિકારીઓ જણાવ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.