///

લોકડાઉન વચ્ચે કાળા બજારીયા સક્રિય થયા, જાગૃત નાગરિકે કર્યું સ્ટિંગ ઓપરેશન

અમરેલીના રાજુલા શહેરમાં મોબાઈલ રિચાર્જમાં કાળા બજારનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું.. લોકડાઉનના કારણ સમગ્ર શહેર સજ્જડ બંધ છે ત્યારે કાળા બજારિયાઓ દ્વારા ઘરેથી મોબાઈલ રિચાર્જ કરી આપવામાં આવે છે એટલુંજ નહીં રિચાર્જના વધુ પડતા રૂપિયા પણ પડાવવામાં આવી રહ્યા છે. એક જાગૃત નાગરિક દ્વારા મોબાઈલ રિચાર્જના કાળા બજારનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા છે. સાથેજ જાગૃત નાગરિકના કહેવા પ્રમાણે દુકાન ધારક દ્વારા વધુ પડતા રૂપિયા લેવામાં આવે છે. રાજુલા શહેરમાં આવેલ ટી.જે.બી ગર્લ્સ હાઈસ્કુલ સામે આવેલા રહેણાંક મકાનનો વીડિયો હોવાનું સામે આવ્યું છે. રાજ્યભરમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે રાજુલા શહેરમાં પણ સજ્જડ બંધ પાળવામાં આવી રહ્યું છે સમગ્ર પરિસ્થિતિ વચ્ચે કાળા બજારીયાઓ દ્વારા લોકડાઉનનું ભંગ કરવામાં આવી રહ્યું છે

Leave a Reply

Your email address will not be published.