/////

બિહારના આ ગામમાં એક ઘર છોડીને બીજા ઘરમાંથી બને છે એન્જીનીયર …શું છે વિશેષતા

બિહારમાં આવેલું એક એવું ગામ કે જ્યાં એક ઘર મૂકીને બીજા ઘરમાંથી બને છે એન્જિનિયર. આ ગામમાં પાવરલૂમનો એટલો ઘોંઘાટ હોવા છતાં વિદ્યાર્થીઓ કોઈ પણ કોચિંગ કલાસ કર્યા વિના આઈઆઈટીમાં પ્રવેશ મેળવીને એન્જીનીયરની ડિગ્રી હાંસલ કરે છે.

બિહારમાં આવેલા ગયા જિલ્લાના માનપુર વિસ્તારમાં પટવાટોલી નામના ગામમાં એક ઘર છોડીને બીજા ઘરમાંથી એન્જીનીયર બને છે. આ ગામમાં દરેક ઘર અને દરેક ગલીમાં પાવરલૂમનો અવાજ તેને અન્ય જગ્યાથી અલગ બનાવે છે. આ ગામમાં એક લાઈબ્રેરી આવેલી છે, જે પુસ્તકોની સંખ્યા માટે નહીં પરંતુ તેના હેતુ માટે અનોખું છે.

વિશાલ રૂમમાં ચાલતી આ લાઈબ્રેરી તમામ વિદ્યાર્થીઓની સખ્ત મહેનતની સાક્ષી બનેલી છે. જેમને સફળ થઈને માર્યાદિત સાધનો હોવા છતાં પણ આઈઆઈટીમાં પ્રવેશ મેળવ્યો.

આ લાઈબ્રેરીના કર્તાધર્તા એવા ચન્દ્રકાન્ત પાથેશ્વરીના જણાવ્યા પ્રમાણે, પહેલા પટવાટોલી ગામ બિહારના માન્ચેસ્ટર તરીકે જાણીતું હતું. કેમ કે અહીં પાવરલૂમ ઉદ્યોગ હોવાથી બેડશીટ, ટુવાલ તેમજ સ્કર્ટ વગેરે વસ્તુઓનું ઉત્પાદન થાય છે. હવે આ ગામને આઈઆઈટીયનના ગામ તરીકે ઓળખવવામાં આવે છે. દર વર્ષે આ ગામના એક ડઝનથી વધુ વિદ્યાર્થીઓ જેઈઈમાં કોઈ પણ કોચિંગ કર્યા વિના જ પસંદગી મેળવે છે.

આ લાઈબ્રેરી કોઈ સરકારી નથી , પરંતુ આ ગામના યુવાનોના આર્થિક સહયોગથી ચાલો રહી છે. આ ગામના બાળકોમાં જાણે કે જેઈઈની તૈયારી માટેનો ક્રેઝ બની ગયો છે. આ ગામના જ એક જીતેન્દ્ર નામના યુવાને આ લાઇબ્રેરીની શરૂઆત વૃક્ષા બી ચેન્જ ઇન્સ્ટિટ્યૂટના નામે કરી હતી, અહીં રસ ધરાવતા બાળકો નિઃશુલ્ક અભ્યાસ કરે છે. આ લાઇબ્રેરી ગામ માટે વિશેષ છે. જેમાં આઈઆઈટીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આ ગામના સિનિયરો દ્વારા ઓનલાઇન કોચિંગ આપવામાં આવે છે, જેમણે આઇઆઇટીનો અભ્યાસ કર્યો હોય.

Leave a Reply

Your email address will not be published.