
રાજ્યમાં કોરોનાથી સંક્રમિત કેસોની સંખ્યમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે જેથી રાજ્યમાં કુલ 74 કેસ નોંધાયા છે. સુરતના 28 વર્ષીય પુરષનો કેસ નોંધાયો છે જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જણાતી નથી, તો લોકલ ટ્રાન્સમિશનના કારણે પુરુષને ચેપ લાગ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આરોગ્ય સચિવ જ્યંતિ રવિએ જણાવ્યું કે- રાજ્યના કોરોનાથી સંક્રમિત 60 લોકો સ્વસ્થ થયા છે ફક્ત 2 વ્યક્તિઓની પરિસ્થિતિ ક્રિટિકલ છે ઉલલેખનીય છે કે વડોદરાથી પણ રાહતના સમાચાર મળ્યા છે જેમાં 49 વર્ષીય પુરુષને સારવાર આપી રજા અપાઈ છે સાથેજ કુલ 6 દર્દીઓ સારવાર દરમિયાન સાજા થયા છે.. પરંતુ બીજી બાજુ 6 વ્યક્તિઓનું મોત પણ થયું છે. અમદાવાદમાં કુલ-24 કેસ, ગાંધીનગરમાં-11 કેસ, સુરતમાં 10, વડોદરામાં 9 કેસ, રાજકોટ- 10, કચ્છમાં-1, ભાવનગરમાં-6, મહેસાણામાં-1, ગીરસોમનાથમાં -2 અને પોરબંદરમાં 1 પોઝિટિવ કેસ નોંધાયા છે.. આરોગ્ય સચિવે જણાવ્યું કે 1 હજાર વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓ માર્ચ, એપ્રિલ અને મે માસમાં રિટાયર્ડ થવાના હતા પરંતુ કોવિડ-19ના કારણે આ કર્મચારીઓને જૂન માસ સુધી એકસ્ટેન્શન આપવામાં આવ્યું છે. તો કોવિડ-19ની કામગીરીમાં પ્રાઈવેટ પ્રેકટિસ કરતા ડોકટરોની પણ મદદ લેવામાં આવશે.. સાથેજ પ્રેકટીસ કરતા ડોકટરોને વેતન સાથે દિવસ દરમિયાન કામગીરી પૂર્ણ થયા બાદ પોતાની પ્રેક્ટિસ કરવા છૂટ આપવામાં આવશે જ્યંતિ રવિએ જણાવ્યું કે- દિલ્લીના નિઝામુદ્દીન ધાર્મિક સ્થળ પર ગયેલા ભાવનગરના લોકોને આઈડેન્ટિફાઈ કરી કેરન્ટાઈન કરવામાં આવ્યા છે.. સાથેજ તેઓએ જણાવ્યું કે જો કોઈ વિસ્તારમાં સર્વે ના થયો હયો તો તે વિસ્તારના લોકો હેલ્પલાઈન નંબર-104 પર ફોન કરી જાણ કરે. હેલ્પ લાઈન દ્વારા કર્મચારીઓ ફોન પર પણ આરોગ્ય વિષયક માહિતી આપશે.