///

માં ઉમિયા ધામની શિલાયન્સ વિધિ શરૂ ૫૦૦થી વધુ જોડા શિલાની પૂજા કરશે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વના સૌથી ઉંચા મા ઉમિયાના મંદીરનો બે દિવસ શિલાન્યાસ સમારંભ યોજાવાયો છે. જેનાં સમારોહમાં ઉમિયાધામની ૧૧,૧૧૧ બહેનોએ જવારા યાત્રા કરીને વલર્ડ રેકોર્ડ સર્જયો હતો. જેમાં અમદાવાદના ૪૮ વિસ્તારોમાંથી આવેલી ૨૦ હજારથી વધુ બહેનો યાત્રામાં જોડાઇ હતી. માં ઉમિયા મંદીરનાં શિલાન્યાસની વિધીમાં ૫૦૦થી વધુ દંપતીઓ જોડાશે. ૫૦૦થી વધુ દેપતી જોડા શીલાની પૂજા કરશે. મંદીરનાં ગર્ભગૃહની ૧૦ ફૂટ નીચે સોનુ,ચાંદી, તાંબુ, મોતી, હીરા અને ઝવેરાતનું ૧૪ કિલોનું મિશ્રણ નાખવામાં આવશે.

આ મિશ્રણ ૨૦ દાતાઓનાં ઘરેથી એકત્રિત કરવામાં આવ્યુ છે. મંદીરના એક સાથે ૭૦૦ શિલાઓની વૈદિક મંત્રોથી પૂજન કરવામાં આવશે. બહેનો જવારા યાત્રામા માં ઉમિયાની ઉપાસના ભાગરૂપે જવારા યાત્રા કરી ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે. આ જવારા યાત્રા સાથે વિશ્વભરમાં ભ્રમણ કરીને આવનારા ભાગીરથી માં ગંગાના ૧૦૮ કળશની પણ યાત્રા સાથે જ નીકળી હતી. મા ઉમિયાના ચલ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ હતી. જેમાં ગણપતિદાદાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published.