//

ઈન્કમટેક્સ વિભાગની એન્ટ્રી ઑપરેટર સંજય જૈન પર શખ્ત કાર્યવાહી

દિલ્હી-હરિયાણા સહિત દેશના વિવિધો રાજ્યોમાં એન્ટ્રી ઑપરેટર સંજય જૈન અને તેના લાભાર્થીઓના 42 ઠેકાણાંઓ પર ઈન્કમટેક્સ વિભાગે એક સાથે દરોડા કાર્યવાહી હાથ ધરી છે.

ઈન્કમટેક્સ વિભાગે દિલ્હી-NCR, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ અને ગોવામાં એન્ટ્રી ઓપરેટર સંજય જૈન અને તેના લાભાર્થીના 42 ઠેકાણાં પર દરોડા પાડ્યાં છે. આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 2.37 કરોડ રૂપિયા રોકડા અને 2.89 કરોડ રૂપિયાની જ્વેલરી ઝપ્ત કરવામાં આવી છે. હજુ પણ સર્ચ ઑપરેશન ચાલી છે.

એજન્સી તરફથી વધુમાં કહેવામાં આવ્યું છે કે, 500 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ખોટી રીતે જમા કરવાના મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં છે. 2.37 કરોડ રૂપિયા રોકડ સહિત 2.89 કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. આ સિવાય 17 બેંક લોકરોની પણ જાણકારી મળી છે. જેની ગણતરી કરવાની બાકી છે. હાલ આગળની તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published.