/

પંચમહાલમાં વેપારીઓ અને બિલ્ડરને ત્યાં આવકવેરા વિભાગના દરોડા

પંચમહાલમાં આવકવેરા ખાતાએ મોટા પાયે દરોડા પાડી સપાટો બોલાવ્યો છે. જિલ્લામાં આવકવેરા વિભાાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. જેમાં અનાજ, તેલના વેપારીઓ તથા બિલ્ડર અને ભંગારવાળાને ત્યાં દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગને મળેલી બાતમીના આધારે આ તમામ વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે.

મહત્વનું છે કે તહેવારોની સિઝનના પગલે આવકવેરા વિભાગ સફાળે જાગ્યુ છે અને વેપારીઓને ત્યાં દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી છે.

આવકવેરા વિભાગની દરોડાની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. દસથી વધુ વેપારીઓની ઓફિસો અને કારખાનમાં દરોડા પાડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.