///

દિવાળીનો તહેવાર બન્યો જોખમી, કોરોના સંક્રમિત દર્દીઓમાં વધારો

દિવાળીના તહેવાર પર કોરોનાના કેસમાં અચાનક વધારો થતાં હોસ્પિટલો પર ભારણ વધી ગયું છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થતો જઇ રહ્યોં છે. જેને પગલે રાજ્ય સરકારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધારાના સેન્ટર ખોલવાની જાહેરાત કરી છે.

આ અંગે અધિકારીઓનું કહેવું છે કે, રાજ્યમાં ખાનગી હોસ્પિટલોમાં 90 ટકાથી વધુ બેડ ભરાઈ ગયા છે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં પણ નવા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

રાજ્યમાં ખાસ કરીને અમદાવાદ અને ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના પોઝિટિવ કેસોમાં વધારા વચ્ચે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગઇકાલે સોમવારે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.

Leave a Reply

Your email address will not be published.