/////

અમદાવાદમાં કોરોનાનો કહેર, માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં થયો વધારો

અમદાવાદ શહેરમાં તહેવાર બાદ હજુ પણ કોરોના વાઇરસના નવા કેસ એટલા જ સામે આવી રહ્યાં છે. શહેરના અનેક વિસ્તારની સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ માઇક્રો કન્ટાઈનમેન્ટ ઝોનમાં સામેલ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ, શહેરના 20 હજાર કરતાં વધારે નગરજનો માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન હેઠળ છે. AMCએ માઈક્રો કન્ટાઇનમેન્ટની નવી યાદી મોડી રાત્રે જાહેર કરી છે. જેમાં શહેરમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં ફરી વધારો થયો છે. માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર 300ની ઉપર પહોંચી ગયો છે. શહેરમાં નવા 8 વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટની યાદીમાં મૂકાયા છે. તો અગાઉના 4 વિસ્તાર રદ્દ કરાયા છે. આ વચ્ચે શહેરમાં માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારોની સંખ્યા 303 પર પહોંચી છે.

બીજી તરફ, શહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામે AMCની કાર્યવાહી યથાવત છે. સોમવારે માસ્ક વગર ફરતા લોકો પાસેથી 3 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. માસ્ક વગર ફરતા 69 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં, જેમાંથી 9 લોકો પોઝિટિવ મળી આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.