////

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધારો

છેલ્લા ઘણા દિવસથી શહેરના પશ્ચિમ વિસ્તારમાં માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં વધારો થઇ રહ્યોં છે. કોરાનાના વધુ નવા કેસ નોંધાતાં 12 નવા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા છે. આ તકે શહેરમાં હવે 301 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. જેમાં સાઉથ ઝોન 1, ઇસ્ટ ઝોનમાં 5, વેસ્ટ ઝોનમાં 3, અને નોર્થ વેસ્ટ ઝોનના 3 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવે છે. ચાંદલોડિયાની શ્રીજી રેસિડેન્સીના 400 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓઢવની કમલેશ પાર્કમાં 155 લોકો, સગુના પાર્કના 132 લોકોને માઇક્રોકન્ટેન્ટમેન્ટ હેઠળ મુકવામાં આવ્યા છે.

તહેવારો બાદથી જે રીતે અમદાવાદમાં ફરી કોરોનાનો ક્હેર વધી રહ્યો છે, ત્યારે રામોલની શ્રીનંદ સિટી પાર્કમાં 148 લોકો, શાલિન હાઇટ્સમાં 104 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ બેઠળ મુકાયા છે. આ ઉપરાંત થલતેજ વિસ્તારમાં લા હબિતતમાં 140 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.