/

ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો, પહેલુ P-8I વિમાન આવી પહોંચ્યું

અમેરિકા સાથે જૂલાઇ 2016માં ચાર P-8I વિમાનો માટે સોદો થયો હતો, જે ચારે વિમાનોને પશ્ચિમી સમુદ્રમાં નજર રાખવા માટે INS HANSA પર તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતીય નૌકાદળને બુધવારે અમેરીકા તરફથી પહેલું નવું લાંબા અંતરનું દરિયાઇ પેટ્રોલિંગ એરક્રાફ્ટ P-8I પ્રાપ્ત થયું છે, જેને ગોવા એર સ્ટેશન પર લાવવામાં આવ્યું છે. તે સમુદ્ર હેઠળ સબમરીનને નિશાન બનાવવા અને તેનો નાશ કરવા માટેના સેન્સર અને આધુનિક શસ્ત્રોથી સજ્જ છે. જ્યારે, અન્ય ત્રણ P-8I વિમાનોની ડિલિવરી આગામી વર્ષ સુધીમાં મળી જશે.

અમેરિકા સાથે જૂલાઈ, 2016માં ચાર P8I વિમાનો ખરીદવા માટેની ડીલ થઈ હતી, જેની કિંમત 88 બિલિયન ડોલર હતી. આ ચાર નવા P8I વિમાનો પશ્ચિમી દરિયાકાંઠા પર નજર રાખવા માટે ગોવાના INS HANSAમાં તૈનાત કરવાના છે.

અગાઉ તમિલનાડુના અરકકોનમ માં INS RAJALI ખાતે આવા 8 વિમાનોને તૈનાત કરાયા હતાં. જોકે શરૂઆતમાં તેનો ઉદ્દેશ હિંદ મહાસાગરમાં નજર રાખવાનો હતો, પરંતુ હવે ભારત ચીન દ્વારા લદ્દાખમાં થઈ રહેલા નિર્માણ અને ગતિવિધિઓ પર નજર રાખવા માટે તેનો ઉપયોગ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.