///

જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અધધ… આવક

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની વધુ પ્રમાણમાં આવક થઈ છે. તે સાથે અહીં મગફળીના એક મણના 700થી 1,480 રૂપિયાના ભાવ મળવાથી ખેડૂતો ખુશખુશાલ થયા છે.

ખેડૂતો અહીં ખુલ્લા બજારમાં મગફળીનું વેચાણ કરી રહ્યા છે. યાર્ડમાં મગફળીનું વેચાણ કરવા માટે 800થી વધારે ટ્રકોની લાંબી કતાર લાગી છે. યાર્ડમાં મગફળીની એક જ દિવસમાં 50,000થી વધારે ગુણીની આવક થઈ છે.

સરકાર દ્વારા અત્યાર સુધી 1.09 લાખ ખેડૂતોને મગફળી વેચવા માટે મેસેજ મોકલાયા છે. તેની સામે 5,539 ખેડૂતોએ જ મગફળી વેચાણ માટે નોંધણી કરાવી છે. અત્યાર સુધીમાં 50 કરોડની 94,844 ક્વિન્ટલ મગફળીની ખરીદી થઈ ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published.