///

ગૃહિણીઓનું બજેટ ફરી ખોરવાયું, રસોડાની આ વસ્તુના ભાવમાં વધારો

દેશમાં કોરોના વાઇરસના પગલે અર્થતંત્રને અસર તો પહોંચી છે. લોકોને પણ આ વચ્ચે પેટ્રોલ, ડીઝલ, તેલ સહિતની અનેક મોંધવારીનો સામનો કરવો પડી રહ્યોં છે. આ પહેલા પણ મોંઘી દાળ અને શાકભાજી મોંધા થયા હતાં. તેવામાં વર્ષના અંતિમ મહિનામાં દૂધ, ખાંડ અને ચા પત્તીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. ગ્રાહક મંત્રાલયે પોતાની વેબસાઇટ પર નવા ભાવની યાદી જાહેર કરતાં આ જાણકારી શેર કરી છે.

સોમવારે દેશના છુટક બજારમાં ખાંડનો ભાવ ત્રણ રૂપિયા પ્રતિ કિલો વધીને 43 રૂપિયા 38 પૈસા થઇ ગયો છે. આ ઉપરાંત ખુલ્લી ચાના ભાવમાં પણ લગભગ 11.57 ટકાનો વધારો જોવા મળ્યો છે. હવે ચા પત્તીનો ભાવ 27.58 રૂપિયા વધીને 266 રૂપિયા પર પહોંચી ગયો છે.

આ ઉપરાંત દૂધના ભાવમાં લગભગ 7 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. દૂધનો ભાવ પણ 3.26 પૈસા વધીને 50 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે.

બીજી તરફ શાકભાજીની વાત કરીવામાં આવે તો 30 નવેમ્બર બાદ 7 ડિસેમ્બર સુધી ટમેટા 37.87 ટકા મોંઘા થયા છે. છુટક બજારમાં આજે ટમેટાનો ભાવ 49.88 રૂપિયા પ્રતિ કિલો પર છે.

જોકે ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડાના સમાચાર છે. આંકડા અનુસાર પામ તેલનો ભાવ 102 રૂપિયા ઘટીને 92 રૂપિયા પર આવી ગયું છે. આ ઉપરાંત સુરજમુખી તેલનો ભાવ 124 રૂપિયા ઘટીને 123 રૂપિયા પર આવી ગયો છે. આ ક્રમમાં મગફળીનું તેલ 156 થી 145 અને સરસિયું તેલ પણ 135થી 132 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયું છે.

ઘઉં, ચોખા અને લોટના ભાવમાં ઘટાડો આવ્યો છે. ઘઉંનો ભાવ 29 રૂપિયાથી ઘટીને 24 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. જ્યારે છુટક બજારમાં લોટનો ભાવ 32 રૂપિયાથી ઘટીને 28 રૂપિયા પર પહોંચી ગયો છે. તો બીજી તરફ ચોખાની સાથે ચણા દળ અને અડદની દાળમાં પણ ઘટાડો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published.