////

IND vs AUG : ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 195 રનમાં ઓલઆઉટ, ભારતની પ્રથમ વિકેટ પડી

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટની સિરિઝની બીજી મેચ મેલબર્નમાં રમાઈ રહી છે. ત્યારે આ બોક્સિંગ-ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો છે. ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ 195 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. જેના જવાબમાં ભારતીય ટીમે ખાતુ ખોલાવ્યા વિના જ એક વિકેટ પણ ગુમાવી દીધી છે.

ઓસ્ટ્રેલિયાને રવિચંદ્રન અશ્વિને 3 મોટા ઝટકા આપ્યા છે. જેમાં તેમણે કેપ્ટન ટીમ પેનની વિકેટ લીધી જેની સાથે ઓસ્ટ્રેલિયાને 7મો ઝટકો પણ આપ્યો. પેન 13 રન બનાવીને હનુમા વિહારીના હાથે કેચઆઉટ થયો. સ્ટીવ સ્મિથ ખાતુ પણ ખોલી ન શક્યો. ચેતેશ્વર પુજારાએ તેનો કેચ ઝડપી લીધો હતો. આ પહેલા અશ્વિને ઓપનર મેથ્યુ વેડને 30 રન પર રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

તો ઝડપી બોલર મોહમ્મદ સિરાજે ડેબ્યુ ટેસ્ટમાં બે વિકેટ લીધી. તેમણે માર્નસ લાબુશેન (48) અને કેમરૂન ગ્રીન (12)ને પેવેલિયનમાં મોકલ્યા. લાબુશેનનો કેચ શુભમન ગિલે ઝડપ્યો. ત્યારે સંજોગની વાત છે કે, ગિલની પણ આ ડેબ્યુ મેચમાં પ્રથમ કેચ રહ્યો. ગ્રીનને સિરાજે એલબીડબલ્યુ કર્યો.

મહત્વનું છે કે, ભારતીય ટીમનો મેલબર્નમાં ટેસ્ટ રેકોર્ડ ભલે ખરાબ હોય, પરંતુ છેલ્લી મેચ ભારતીય ટીમએ જ જીતી હતી. વર્ષ 2018ની ઓસ્ટ્રેલિયાની મુલાકાત પર ભારતીય ટીમે યજમાનને મેલબર્નમાં રમાયેલી બોક્સિંગ-ડે ટેસ્ટમાં 137 રનથી હાર આપી હતી.

Leave a Reply

Your email address will not be published.