/

2011માં ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાવી મોટેરા સ્ટેડિયમમાં સર્જાયો હતો રેકોર્ડ

2011 વર્લ્ડકપ ચાલતો હતો છેલ્લા ત્રણ વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયા જીતી ચૂક્યું હતું ત્યારે ઓસ્ટ્રલિયાનો જીતનો સિલસિલો રોકવો ખુબ જરૂરી હતો. અને આ વર્લ્ડકપ ભારતમાં રમાતો હતો એટલે અપેક્ષાઓ પણ ઘણી હતી. ત્યારે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પર ભારત ઓસ્ટ્રેલિયા સામે ક્વાટર ફાઇનલ મેચ યોજાઈ હતી તમામ દેશની નજર આ મેચ પર હતી કારણ કે સતત ત્રણ વખત વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયા સામે આપણો મુકાબલો હતો. ત્યારે આ મેચમાં ઓલરાઉન્ડ દેખાવ કરનાર યુવરાજ સિંહે 57 રન કરી અને 2 વિકેટો પણ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ ફર્સ્ટ ઇનિંગ્સમાં કેપ્ટન રિકી પોન્ટિંગની સદી ની મદદથી ભારતને 261 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઇન્ડિયાએ 47.4 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. સાથે જ ઓસ્ટ્રલિયાના વિજય રથને રોકી અને કાંગારુંઓને ઘર ભેગા પણ કર્યા.

Leave a Reply

Your email address will not be published.