////

Ind vs Eng : ભારતની વનડે ટીમ જાહેર, જાણો કોણ થયુ બહાર અને કોને મળી તક

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ વનડે મેચ સિરીઝની શરૂઆત 23 માર્ચથી થવા જઈ રહી છે. ત્યારે આ માટે પસંદગી સમિતિએ ભારતની વનડે ટીમની જાહેરાત કરી દીધી છે.

ભારતીય ટીમમાં સૂર્યકુમાર યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ક્રુણાલ પંડ્યા અને મોહમ્મદ સિરાજ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ વનડે મેચોની સિરીઝ માટે પસંદ કરાયા છે. જ્યારે વનડેમાં હાર્દિક પંડ્યાના ભાઈ ક્રુણાલ પંડ્યાને તેમના શાનદાર પ્રદર્શનના કારણે પસંદ કરવામા આવ્યો છે.

જોકે આ અગાઉ પણ ક્રુણાલ પંડ્યા ભારત માટે ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. ક્રુણાલ પંડ્યા ભારત માટે 18 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. જ્યારે મનીષ પાંડેને વનડે ટીમથી બહાર કરવામાં આવ્યો છે.

ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે ટીમમાં વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, શુભમન ગીલ, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમરા યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), કે.એલ. રાહુલ (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ક્રુણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ટી.નટરાજન, ભુવનેશ્વરકુમાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર સામે છે.

Leave a Reply

Your email address will not be published.