///

Indane ગેસ કંપનીએ બુકિંગ માટેના નંબરમાં કર્યો આ ફેરફાર

હાલમાં ઇન્ડેન ગેસના બુકિંગ માટે નંબરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ વચ્ચે જો ઇન્ડેન યૂઝર્સને નવા નંબરની જાણકારી નથી તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકાય છે. આ અંગે કંપનીએ તેની જાણકારી તમામ યૂઝરોને તેના રજીસ્ટર મોબાઇલ નંબર પર મેસેજ દ્વારા આપી દીધી છે. કંપની તરફથી મેસેજ જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે, ઇન્ડેન બુકિંગ નંબર બદલી ગયો છે, હવે 7718955555 પર કોલ કરી ગેસ બુક કરો.

જેમાં ગ્રાહક વોટ્સએપથી બુકિંગ કરે તો તે વધુ સરળ બની જાય છે. અને તેનો વોટ્સએપ નંબર છે 7588888824. આ વોટ્સએપ પર ટાઇપ કરવાનું છે REFILL અને આ નંબર પર મેસેજ મોકલી દેવાનો છે. તે માટે રજીસ્ટર્ડ મોબાઇલ નંબરથી મેસેજ જવો જરૂરી છે. જો ગ્રાહક રજીસ્ટર્ડ મોબાઇલ નંબરથી વોટ્સએપ મેસેજ નહીં મોકલે તો આ સુવિધાનો લાભ મેળવી શકશે નહીં.

આ માટે રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક પાયલટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ સિસ્ટમ હેઠળ સિલિન્ડરની બુકિંગ બાદ ગ્રાહકોને રજીસ્ટર મોબાઇલ નંબર પર એક કોડ મોકલવામાં આવશે. ડિલિવરી પર્સનને કોડ દેખાડ્યા બાદ સિલિન્ડરની ડિલિવરી થશે. જો ગ્રાહકનો મોબાઇલ નંબર અપડેટ નથી તો ડિલિવરી પર્સન એક એપ દ્વારા તેને રિયલ ટાઇમમાં અપડેટ કરશે અને કોડ જનરેટ કરશે.

એ ઉલ્લેખનીય છે કે, આ વ્યવસ્થા લાગૂ થવાથી તે લોકોને મુશ્કેલી થશે જેનો નંબર કે સરનામું ખોટું છે. ખોટી જાણકારીને કારણે તેના ગેસ સિલિન્ડરની ડિલિવરી બંધ થઈ શકે છે. આ સિસ્ટમ કોમર્શિયલ સિલિન્ડરો પર લાગૂ થશે નહીં.

Leave a Reply

Your email address will not be published.