////

ભારત અને અમેરિકા વચ્ચે BECA સહિત 5 કરાર પર હસ્તાક્ષર થયા

આજે યોજાયેલ ટુ પ્લસ ટુ બેઠક બાદ ભારત અને અમેરિકાની વચ્ચે ઐતિહાસિક Basic Exchange and Cooperation Agreement કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેમાં સૈન્ય કરાર BECA સહિત 5 મોટા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ માહિતી રક્ષાપ્રધાન રાજનાથ સિંહે પત્રકાર પરિષદમાં આપી. આ બેઠકમાં બંને દેશના રક્ષાપ્રધાનઓ અને વિદેશપ્રધાનઓ મળ્યા હતા. જેમાં અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિઓ, રક્ષાપ્રધાન માર્ક એસ્પર આજે હૈદરાબાદ હાઉસમાં બેઠક માટે પહોંચ્યા હતા.

અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિઓએ ટુ પ્લસ ટુ બેઠક બાદ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. ભારત અને અમેરિકા વચ્ચે 2 પ્લસ 2 બેઠક એ ખુબ મહત્વની છે. જ્યાં બંને દેશો વચ્ચે રક્ષા અને વિદેશપ્રધાનઓએ પરસ્પર અનેક વિષયો પર વિચારવિમર્શ કર્યું હતું. આ બંને દેશો વચ્ચે BECA પર સહમતિ થઈ છે. ત્યારબાદ હવે બંને દેશો પરસ્પર મિલેટ્રીની જાણકારીઓ પણ શેર કરી શકાશે.

આ ટુ પ્લસ ટુ બેઠકમાં બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયો છે. જેનાથી ચીન અને પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે છે. આ સાથે જ અમેરિકાના સંવેદનશીલ સંચાર ડેટા સુધી ભારતની પહોંચ થશે. તેનાથી ભારતીય મિસાઈલોની ક્ષમતા સટીક અને ખુબ જ કારગર નીવડશે. ત્યારે સોમવારે રક્ષાપ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ્પ્રધાન એસ. જયશંકરે પોતાના સમકક્ષો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી તેમજ અમેરિકી મહેમાનો માટે ખાસ ડિનરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.