////

ભારતે ઓસ્ટ્રેલિયાને 11 રને હરાવ્યું, સીરિઝમાં ટીમ ઇન્ડિયા 1-0થી આગળ

ભારતે ત્રણ T-20 સીરિઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને કેનબરા ખાતે 11 રને હરાવ્યું છે. 162 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયન ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 150 રન જ કરી શકી હતી.

ઓસ્ટ્રેલિયાએ ભારત સામે જીત માટે ઉતરતા કેપ્ટન એરોન ફિન્ચે 35, ડાર્સી શોર્ટ 34 અને મોઝેઝ હેનરિક્સે 30 રન કર્યા હતાં. ભારત માટે ટી. નટરાજન અને યુઝવેન્દ્ર ચહલે 3-3 વિકેટ હાસિંલ કરી હતી. આ જીત સાથે ટીમ ઇન્ડિયા ત્રણ T-20ની સીરિઝમાં 1-0થી આગળ છે.

જાડેજાના કન્કશન સબ્સ્ટિટયૂટ તરીકે બોલિંગ કરવા આવેલા યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 25 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેણે મેથ્યુ વેડ, એરોન ફિન્ચ અને સ્ટીવ સ્મિથને આઉટ કરીને મેચ ભારતની તરફેણમાં લાઇ આવી દીધી હતી.

આ પહેલા ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 161 રન કર્યા હતાં. ભારત માટે લોકેશ રાહુલે પોતાના T-20 કરિયરની 12મી હાલ્ફ સેન્ચુરી ફટકારતા 51 રન કર્યા હતાં. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 23 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી અણનમ 44 રન કર્યા હતાં. આ ઉપરાંત ભારતના અન્ય ટોપ બેટ્સમેન વિરાટ કોહલી, શિખર ધવન અને મનીષ પાંડે નિષ્ફ્ળ રહ્યા હતાં. આ ત્રણેયે મળી કુલ 12 રન જ બનાવી શક્યા હતાં. ઓસ્ટ્રેલિયા તરફથી મોઝેઝ હેનરિક્સે 3, મિચેલ સ્ટાર્કે 2 જ્યારે એડમ ઝામ્પા અને મિચ સ્વેપ્સને 1-1 વિકેટ હાંસિલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.