////

IND vs ENG : ભારતે ઈંગ્લેન્ડને 8 રનથી હરાવ્યું, સિરીઝમાં કરી 2-2ની બરાબરી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચોથી T-20 મેચ રમાઈ હતી. ટોસ હારીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 177 રન બનાવી શકી હતી. જેના પગલે ભારતે આ મેચ 8 રનથી જીતી લીધી છે અને સીરીઝમાં પણ બરોબરી કરી લીધી છે.

બીજી બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની સતત 2 બોલમાં 2 વિકેટ પડી હતી. શાર્દૂલ ઠાકુરે 17મી ઓવરની પહેલી બોલે બેન સ્ટોક્સને આઉટ કર્યો. તે 23 બોલમાં 46 રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ બીજા જ બોલમાં કેપ્ટન ઈયોન મોર્ગનને વોશિંગ્ટન સુંદરના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. મોર્ગન 4 રન બનાવીને આઉટ થયો હતો.

ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. આ પહેલાની મેચના હીરો રહેલા જોસ બટલર 9 રન બનાવીને જ આઉટ થઈ ગયો હતો. તેને ભુવનેશ્વર કુમારે લોકેશ રાહુલના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. તો ડેવિડ મલાન 17 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હત. તેને લેગ સ્પિનર રાહુલ ચાહરે ક્લીન બોલ્ડ કર્યો હતો.

આ ઉપરાંત જોની બેયરસ્ટો 25 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલ ચહરે તેને વોશિંગ્ટન સુંદરના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. તેને સ્ટોક્સની સાથે ચોથી વિકેટ માટે 36 બોલમાં 65 રનની પાર્ટનરશિપ કરી હતી. જેસન રોય 27 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો. તેને હાર્દિક પંડયાએ સૂર્યકુમાર યાદવના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ભારતીય ટીમની જો બોલિંગ આક્રમણની વાત કરીએ તો ભુવનેશ્વર કુમારે 1, હાર્દિક પંડ્યા અને રાહુલ ચહરે અનુક્રમે 2-2 વિકેટ જ્યારે શાર્દુક ઠાકુર 3 વિકેટ લેવામાં સફળ રહ્યાં હતા અને ભારતને જીત અપાવી હતી.

આ પહેલાં ભારત ટીમની બેટિંગ રહી હતી જેમાં ઓપનર રોહિત શર્મા, લોકેશ રાહુલ અને કેપ્ટન વિરાટ કોહલી ફેલ રહ્યા હતા. રોહિત શર્મા 12 રન બનાવીને જોફ્રા આર્ચરની બોલિંગમાં કેચ આઉટ થયો હતો. તો લોકેશ રાહુલ 17 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. તે બેન સ્ટોક્સની બોલિંગમાં જોફ્રા આર્ચરના હાથે કેચ આઉટ થયો હતો. કેપ્ટન વિરાટ કોહલી 1 રન બનાવીને આઉટ થયો હતો. તેને આદિલ રશીદે જોસ બટલરના હાથે સ્ટમ્પ આઉટ કર્યો હતો. .

ત્રણ વિકેટ પડ્યા બાદ સૂર્યકુમારે ભારતીય ઈનિંગને સંભાળી હતી. સૂર્યકુમાર યાદવે 31 બોલ પર 57 રન બનાવીને આઉટ થયો હતો. તેને સેમ કરને ડેવિડ મલાનના હાથે કેચઆઉટ થયો હતો. જે બાદ રૂષભ પંતે 23 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો. તેને જોફ્રા આર્ચરે ક્લીન બોલ્ડ કર્યો હતો.

સૂર્યૂકુમારે ડેબ્યુ ઈનિંગમાં જ ફિફ્ટી ફટકારી હતી. તેને 28 બોલમાં જ હાફસેન્ચુરી પુરી કરી હતી. સૂર્યકુમાર ડેબ્યુમાં ફિફ્ટી ફટકારનાર ભારતનો પાંચમો ખેલાડી બની ગયો છે. તેની પહેલાં અજિંક્ય રહાણે, ઈશાન કિશન, રોહિત શર્મા અને રોબિન ઉથપ્પાએ ફિફ્ટી મારી હતી. તેને બીજી ટી-20માં ડેબ્યુ કર્યું હતુ, પરંતુ બેટિંગ કરવાનો મોકો મળ્યો ન હતો. સૂર્યકુમારે કરિયરના પહેલાં જ બોલે સિક્સ ફટકારી હતી.

શ્રેયસ અય્યરે અંતિમ ઓવર્સમાં ફાસ્ટ ઈનિંગ રમી હતી. તે 18 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. અય્યર જોફ્રા આર્ચરની બોલિંગમાં ડેવિડ મલાનના હાથે કેચ આઉટ થયો હતો. તો હાર્દિક પંડયા 8 બોલમાં 11 રને માર્ક વુડની બોલિંગમાં બેન સ્ટોક્સના હાથે આઉટ થઈ ગયો હતો. વોશિંગ્ટન સુંદર 4 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ​શાર્દુલ ઠાકુરે 4 બોલમાં 10 રન અને ભુવનેશ્વર કુમાર શૂન્ય રને નોટઆઉટ રહ્યાં હતા. આ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ તરફથી બોલિંગ આક્રમણમાં જોફ્રા આર્ચર, માર્ક વુડ, ક્રીસ જોર્ડન અને સ્ટોક્સ અનુક્રમે 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published.