////

દાવો : ભારતમાં 60 કરોડ લોકોને વેક્સીન આપવાની તૈયારી થઈ પૂર્ણ

ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ પહેલાં જ એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ શોટનો સ્ટોક તૈયાર કરી રહી છે. જ્યારે ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલા પોતાની વેક્સીન તૈયાર કરી રહી છે. ભારતમાં આવનારા 6-8 મહિનામાં 60 કરોડ લોકોને વેક્સીન આપવાની તૈયારી પૂરી થઈ ચૂકી છે.

કોરોના વાયરસની વિરુદ્ધમાં દેશમાં થોડા સમયમાં જ વેક્સીન આવી શકે છે. વેક્સીન તૈયાર થયા બાદ નાગરિકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ થઇ ચુકી છે. ભારતે આગામી 6-8 મહિનામાં 60 કરોડ લોકો સુધી વેક્સીન પહોંચાડવાની વ્યવસ્થા કરી લીધી છે. ભારતમાં 3 વેક્સીન ઉમેદવારોને ઈમરજન્સીમાં તેનો ઉપયોગ કરવાની અનુમતિ પર વિચાર કરાઈ રહ્યો છે.

વીકે પોલ કહે છે કે સરકારે 2-8 ડિગ્રી સુધીના કોલ્ડ સ્ટોરેજ તૈયાર કરી લીધા છે. મળતી માહિતી અનુસાર વેક્સીનના 4 ઉમેદવાર છે. જેમાં સીરમ, ભારત, જાયટર અને સ્પૂતનિકને સામાન્ય કોલ્ડ ચેનની જરૂર છે. મને આ વેક્સીનમાં કોઈ તકલીફ દેખાતી નથી.

ભારતની સીરમ ઈન્સ્ટીટ્યૂટ પહેલાં જ એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ શોટનો સ્ટોક કરી ચૂકી છે. ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાની પોતાની વેક્સીન તૈયાર થઈ રહી છે. રશિયાની વેક્સીન સ્પૂતનિક 5ના દર વર્ષે 10 કરોડ ડોઝની ડીલ છે. જ્લ્દી કોઈ વેક્સીનને ઈમરજન્સી અપ્રૂવલ મળવાની સંભાવના છે.

ભારતમાં રેગ્યુલેટર્સ ફાઈઝર, એસ્ટ્રાજેનેકા અને ભારત બાયોટેકની વેક્સીન પર વિચાર કરી રહ્યા છે. ફાઈઝર માટે -70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જરૂરી છે. જેના કારણે ભારતમાં તેનો ઉપયોગ સીમિત રહેશે. સરકાર મોર્ડના સાથે પણ સંપર્કમાં છે. ખાસ વાત એ છે કે આ વેક્સીનને પણ વધારે કોલ્ડ સ્ટોરેજની જરૂર છે.

સરકાર 30 કરોડ લોકોને વેક્સીન લગાવવાની યોજના તૈયાર કરી ચૂકી છે. તેમાં 26 કરોડ લોકો 50 વર્ષથી ઉપરની ઉંમરના હશે, 1 કરોડ લોકો 50 વર્ષથી ઓછી ઉંમરના અને ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે. જ્યારે 3 કરોડ લોકો ફ્રન્ટલાઈન વર્કર હશે.

Leave a Reply

Your email address will not be published.