//

IND vs NZ : ન્યૂઝીલેન્ડની ધરતી પર ભારતે રચ્યો ઇતિહાસ, T-20 સીરિઝમાં ન્યૂઝીલેન્ડનો 5-0થી વાઈટ વોશ

T-20 માં ન્યુઝીલેન્ડ હંમેશા ભારત પર ભારે પડ્યું છે પણ આ વખતે માહોલ કૈંક અલગ જોવા મળ્યો ટિમ કોહલીએ એવી તો કમાલ કરી કરી કે T-20 સિરીઝમાં એક પણ મેચ ન્યુઝીલેન્ડ ને જીતવા ન દીધી. ન્યૂઝીલેન્ડના માઉન્ટ મુંગુની ખાતે રમાયેલી પાંચ મેચની T -20 શ્રેણીની છેલ્લી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 7 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે ન્યુઝીલેન્ડનો 5-0થી વ્હાઇટ વૉશ કર્યો હતો.

માઉન્ટ મુંગુની ખાતે રમાયેલી પાંચમી T -20 મેચમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરનારી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ 163 રન બનાવ્યા હતા અને ન્યુઝીલેન્ડને જીતવા માટે 164 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવ્યા બાદ 156 રન બનાવી શકી હતી અને ભારતે મેચ જીતી લીધી હતી.કોહલીની કપ્તાની હેઠળ પ્રથમ વખત ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T -20 શ્રેણી રમવામાં આવી હતી, જેમાં ભારતે શ્રેણીની તમામ મેચ જીતીને ઇતિહાસ રચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.