///

એશિયા-પ્રશાંત ક્ષેત્રના 26 દેશોમાંથી ભારત પહોંચ્યું ચોથા ક્રમાંકે

વિશ્વમાં એશિયા-પ્રશાંત ક્ષેત્રના 26 દેશોમાંથી ભારત ચોથા ક્રમાંકે પહોંચીને શક્તિશાળી દેશ બની ગયો છે. ઓસ્ટ્રેલિયામાં આવેલી થિંક ટેન્ક લોવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પાવર ઇન્ડેક્સના જણાવ્યા પ્રમાણે ભારત દેશ ભવિષ્યની સૌથી વિશાલ શક્તિ છે. જોકે ચીન સુપર પાવર બનવાની હોડમાં અમેરિકાની નજીક પહોંચી ગયું છે.

લોવી ઇસ્ટિટ્યૂટ ઓફ પાવર ઇન્ડેક્સ મુજબ અમેરિકા 81.6 પોઇન્ટ સાથે સુપર પાવર બનેલું છે. જયારે ચીન માત્ર તેનાથી 5 પોઇન્ટ પાછળ રહી ગયું છે. ચીનના 76.1 પોઇન્ટ છે. ત્રીજા સ્થાન પર 41 પોઇન્ટ સાથે જાપાન આવ્યું છે. ભારત માત્ર થોડા પોઇન્ટ સાથે જાપાનથી પાછળ રહી ગયું છે. ભારતને 39.7 પોઇન્ટ મળ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોવી ઇસ્ટિટ્યૂટ ઓફ પાવર ઇન્ડેક્સમાં ભારત દેશને સંરક્ષણ તેમજ આર્થિક બાબતોમાં પાછળ બતાવવામાં આવ્યા છે.

આ ઇન્ડેક્સ માપવા માટે આર્થિક સંશાધન, સૈન્ય શક્તિ, તરલતા, રાજકીય પ્રભાવ, આર્થિક સંબંધો, સંરક્ષણ નેટવર્ક તેમજ સાંસ્કૃતિક પ્રભાવ સહીત કુલ 8 બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ પશ્ચિમમાં પાકિસ્તાન, ઉત્તરમાં રશિયા અને પ્રશાંત ક્ષેત્રમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પણ સામેલ છે. અહેવાલમાં ભારતને એશિયાનો ઝડપથી વધી રહેલ અર્થતંત્ર ગણાવ્યું છે, વિશ્વમાં જાપાન અને ભારત દેશો મોટી શક્તિઓ છે. જેમાં જાપાનને સ્માર્ટ જયારે ભારતને ભવિષ્યની વિશાલ શક્તિ ગણાવી છે. અમેરિકાને પહેલેથી જ પ્રતિષ્ઠિત શક્તિ ગણાવી છે. જયારે ચીનને એક મહાશક્તિ ગણાવી છે, જે ઝડપથી અમેરિકાની નજીક પહોંચી રહી છે.

આ ઈન્ડેક્સ પ્રમાણે વિશ્વમાં ચાર મોટી શક્તિઓમાં 3 એશિયાની છે. જેમાં 2025 સુધી બે તૃત્યાંશ વસ્તી એશિયામાં હશે. જયારે પશ્ચિમમાં માત્ર 10 ટકા વસ્તી જ રહી હશે.

Leave a Reply

Your email address will not be published.