///

ભારતે ‘બ્રહ્મોસ’નું એન્ટી શિપ વર્જનનું કર્યું પરીક્ષણ

ભારતીય નૌસેનાએ મંગળવારના રોજ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું એન્ટી શિપ વર્જનનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ અંદામાન અને નિકોબાર દ્વીપ સમુહમાં કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે લાઇન ઓફ એક્ચૂઅલ કંટ્રોલ (LaC) પર ચાલી રહેલા તણાવની વચ્ચે ભારત પોતાની તાકાત વધારવા તરફ જોર આપી રહ્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી એક પછી એક ઘણા ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઇલોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ભારત અને રશિયાના સંયુક્ત પ્રયત્નોથી બનાવામાં આવેલી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસ પણ અલગ-અલગ સંસ્કરણનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

બહ્મોસ પોતાની શ્રેણીમાં દુનિયાની સૌથી ઝડપી ઓપરેટિંગ સિસ્ટમ છે અને ડીઆરડીઓ દ્વારા આ મિસાઇલ પ્રણાલીની સીમાઓને હવે હાલની 290 કિલોમીટરથી વધારીને 450 કિલોમીટર કરી દીધી છે. બ્રહ્મોસ મિસાઇના નૌસેના સંસ્કરણનું 18 ઓક્ટોબરના રોજ અરબ સાગરમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

પરીક્ષણ દરમિયાન બ્રહ્મોસે 400 કિલોમીટર સુધી દૂર રહેલા લક્ષ્ય પર અચૂક પ્રહાર કરવા પર પોતાની ક્ષમતાને સારી રીતે પ્રદર્શિત કર્યું હતું. ત્યાર બાદ 24 નવેમ્બરના રોજ અંદામાન નિકોબારમાં સપાટીથી સપાટી પર અચૂક નિશાન લગાવનારી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસના લેંડ અટેક વર્જનનું સફળ પરીક્ષણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.