/

ભારત આસિયાન રિસ્પોન્સ ફંડમાં 10 લાખ ડોલર ફાળવશે

સંમેલનને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અને આસિયાન વચ્ચે ભૌતિક, આર્થિક, સામાજિક, ડિજિટલ, નાણાકીય અને સમુદ્રી સંબધો મજબૂત કરવા અમારા માટે મહત્વપૂર્ણ વિષય છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ ક્ષેત્રોમાં અમે ઘણા નજીક આવી ગયા છે અને આ સંમેલનનું અંતર ઓછું કરવાનું કામ કરશે.

આ સંમેલનને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું, આસિયાન-ભારતની ભાગીદારી અત્યારના વર્ષોમાં ઊંડાણપૂર્વક, મજબૂત અને બહુપરિમાણીય ભાગીદારીના રૂપમાં વિકસીત થઈ છે. આસિયાન અને ભારત વર્ષ 2002માં સંમેલન સ્તરના ભાગીદાર બન્યા હતા અને વર્ષ 2012માં વ્યૂહાત્મક ભાગીદાર બન્યા હતાં. કોવિડ-19 મહામારી સામેની લડાઈમાં વડા પ્રધાને ભારત-આસિયાનના સંબંધોનો લાભ ઊઠાવવા પર ભાર આપ્યો. તેમણે મહામારીની લડાઈમાં આસિયાનની પહેલના વખાણ કર્યા અને કોવિડ-19 આસિયાન રિસ્પોન્સ ફંડમાં 10 લાખ ડોલરની ધનરાશિ આપવાની પણ ઘોષણા કરી હતી.

સંમેલનમાં ચર્ચા દરમિયાન પરસ્પર હિત અને ચિંતાના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વાત કરવામાં આવી હતી. જેમાં દક્ષિણ ચીન સાગર અને આતંકવાદનો મુદ્દો પણ સામેલ રહ્યો હતો. બંને પક્ષે ક્ષેત્રમાં એક નિયમ-આધારિત આદેશને મહત્ત્વ આપવા પર ભાર આપ્યો હતો.

સિંગાપોરના વડાપ્રધાન લી સીન લૂંગે કોવિડ-19 મહામારીને 2020ની ખૂબ જ નિર્ણાયક પડકાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું રસી ઉપલબ્ધ થવા પર આસિયાન દેશના લોકો સુધી અવિરત, ઝડપથી અને આર્થિક સ્તર પર પહોંચ સુનિશ્ચિત કરવી પડશે. આસિયાનના ડિજિટલ શિખર સંમેલનને સંબોધિત કરતા લીએ પ્રત્યેક વ્યક્તિ સુધી રસી પહોંચશે તેવું આહ્વાન કર્યું હતું અને મહામારીની અસરને ઓછી કરવા માટે ક્ષેત્રીય સહયોગને મહત્ત્વતા આપવા પર ભાર આપ્યો હતો. સિંગાપોર કોવિડ-19 રસીને લઈને વૈશ્વિક પહેલનું સમર્થન કરે છે. કોરોના વાઈરસ મહામારીના કારણે આ સંમેલનમાં કંબોડિયાનું પ્રતિનિધિત્વ ત્યાનાં નાયબ વડાપ્રધાને કર્યું હતું. વડાપ્રધાન હુન સેન કોરોના વાઈરસથી સંક્રમિત એક પ્રધાનના સંપર્કમાં આવવાના કારણે ક્વોરન્ટાઈન છે. હુન સેન કંબોડિયાના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા વ્યક્તિ છે.

આસિયાન (એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એસિયન નેશન્સ) દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશનું સંગઠન છે. જેની સ્થાપના એશિયા-પ્રશાંતના દેશોની વચ્ચે વધતા તણાવ વચ્ચે વ્યૂહાત્મક અને સામાજિક સ્થિરતાને વધારવા માટે કરવામાં આવી હતી. આસિયાન ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે.

Leave a Reply

Your email address will not be published.