ભારત દેશ અમેરિકા પાસોથી મિસાઈલ્સ અને સશસ્ત્ર ડ્રોનની સચોટતા અને લશ્કરી વિમાનના લોંરેજ નેવિગેશન માટે રીઅલ ટાઈમ અત્યાધુનિક સેટેલાઈટ તસ્વીરો, ટોપોગ્રાફીકસ અને એરોનોટીકલ ડીજીટલનો ડેટા મેળવશે. આજે ટુ પ્લસ ટુ ડાયલોગમાં બન્ને દેશો વચ્ચે ચોથા અને આખરી ‘ફાઉન્ડેશન મિલીટ્રી પેકટ’ થતાં ભારતને હાઈ કવોલીટી ઓપેશ્યલ ડેટા મળવાની સંભવતા છે. આ ઉપરાંત બન્ને દેશોના નૌકાદળ વચ્ચે સહકાર વધારવા મેરીટાઈમ ઈનફોર્મેશન શેરીંગ ટેકનીકલ એગ્રીમેન્ટ પર પણ હસ્તાક્ષર થયા હતા.
તો બીજી બાજુ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આગેવાનીમાં તેમના અમેરિકી સમક્ષ માર્ક એસ્પર સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક બાદ બીઈસીએની જાહેરાત કરાઈ હતી. વિદેશ પ્રધાન એસ.જયશંકર સાથેની વાતચીત બાદ અમેરિકી વિદેશપ્રધાન માઈક પોમ્પીયોએ જણાવ્યું હતું કે, મહાન લોકશાહી, વૈશ્વિક સતા અને સાથોસાથ સારા મિત્રો છીએ એટલે અમે એકબીજાને મળીએ છીએ.
આ બન્ને પક્ષોએ સંરક્ષણ સરકાર અને ઈન્ટેલીજન્સ શેરીંગ ક્ષેત્રે તેમજ પુર્વ લદાખમાં ચીન સામેના ભારતના લશ્કરી સંઘર્ષના સંદર્ભમાં ઈન્ડો-પેસીફીક રિજનમાં ઘટનાક્રમોની ચર્ચા કરી હતી. આગામી મહીને અમેરિકા અને જાપાન સાથે માલાબાર ત્રિપક્ષીય નૌકા કવાયતમાં ભાગ લેવા ભારતે ઓસ્ટ્રેલિયાને આમંત્રણ આપ્યું એને અમેરિકાએ આવકાર્યો હતો. નોંધપાત્ર છે કે અગાઉની યુપીએ સરકારે તેના 10 વર્ષના શાસનમાં ભારતની વ્યુહાત્મક સ્વાયતતા સાથે બાંધછોડ થશે તેવા કારણે લોજીસ્ટીકસ એકસચેંજ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (સીઓબી) અને એ પછી કોમ્યુનીકેશન્સ કોમ્પેટીબીલીટી એન્ડ સિકયુરીટી એરેન્જમેન્ટ (કોમ કલા) અટકાવ્યા હતા.
આ ઉપરાંત મોદી સરકારે આ બન્ને કરારમાં ભારત સંબંધીત પૂર્વસાવરેખી રખાઈ હોવાનું જણાવી અનુક્રમે 2016 તથા 2018માં ઉપરોક્ત કરાર કર્યા હતા. વિદેશ પ્રધાન એસ.જયશંકર અને તેમના અમેરિકી સમકક્ષ માઈક પોમ્પીયો વચ્ચેની ચર્ચામાં એશિયામાં સ્થિરતા અને સલામતીનો મુદો હાવી રહ્યો હતો. આજે ટુ પ્લસ ટુ મંત્રણા અગાઉ બન્ને નેતાઓ ગઈ સાંજે મળ્યા હતા.