////

ભારતને આ મહિનાના અંત સુધી મળશે Sputnik V ના 30 લાખ ડોઝ, ઓગસ્ટથી દેશમાં શરૂ થશે પ્રોડક્શન

કોરોના વાયરસનો ખાતમો કરવા માટે દેશમાં ચલાવવામાં આવી રહેલા વેક્સિનેશન અભિયાનમાં વેક્સિનની માગ સતત વધી રહી છે. આ વચ્ચે રશિયા જલદી ભારતને સ્થાનીક સ્તર પર સ્પુતનિક વી વેક્સિન બનાવવાની ટેક્નોલોજી આપશે. રશિયામાં ભારતીય રાજદૂત ડી બાલા વેંકટેશ વર્માએ કહ્યું કે, ઓગસ્ટથી ભારતમાં વેક્સિનનું પ્રોડક્શન શરૂ થઈ જશે.

વર્માએ કહ્યુ કે, મેના અંત સુધી ભારતમાં 30 લાખથી વધુ ડોઝની સપ્લાય કરવામાં આવશે અને જૂનમાં સપ્લાય વધારીને 50 લાખ થવાની આશા છે. તેમણે કહ્યું, ભારતમાં શરૂઆતમાં વેક્સિનના 85 કરોડ ડોઝનું પ્રોડક્શન કરવાની યોજના છે.

રશિયા વેક્સિન નિર્માતાઓએ ભારતમાં ડો. રેડ્ડીઝની સાથે કરાર કર્યો છે અને પહેલા જ બે લાખથી વધુ ડોઝની સપ્લાય થઈ ચુકી છે. વર્માએ કહ્યુ- સ્પુતનિક વીની ભારતને પહેલા 1,50,000 ડોઝ અને પછી 60,000 ડોઝની સપ્લાય કરવામાં આવી ચુકી છે.

સ્પુનિક વીને રશિયાથી આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી દેશમાં વ્યાપક રૂપથી ઉપલબ્ધ નથી. કંપનીએ કહ્યું કે, વેક્સિનના આયાતી ડોઝની હાલમાં રિટેલ કિંમત 948 રૂપિયા છે, જેમાં પ્રતિ ડોઝ 5 ટકા જીએસટી જોડ્યા બાદ તે 995.4 રૂપિયામાં પડે છે. ભારતમાં અત્યાર સુધી માત્ર ત્રણ વેક્સિન કોવેક્સિન, કોવિશીલ્ડ અને સ્પુતનિક વીને મંજૂરી મળી છે.

રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ)થી વેક્સિનના આયાતી ડોઝનો પ્રથમ જથ્થો એક મેએ ભારત પહોંચ્યો હતો. રેડ્ડીઝ લેબોરેટરીના સીનિયર એક્ઝિક્યુટિવ દીપક સાપરાને તેનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.