/

કોરોના સામે જંગ જીતી રહ્યું છે ભારત, પોઝિટીવ કેસમાં થયો ઘટાડો

કોરોના વાયરસથી અત્યાર સુધી દેશમાં કુલ 12 લોકોના મોત થઈ ચુક્યા છે. મુંબઈમાં કોરોનાથી ત્રીજા અને દિલ્હીમાં બીજા દર્દીનું મોત થઈ ચુક્યું છે. તો તાજેતરમાં 64 નવા કેસ સામે આવ્યા છે જે સોમવારે નોંધાયેલા કેસની સંખ્યા કરતા ઓછા છે. નોંધનીય છે કે સોમવારે કુલ 99 કેસ સામે આવ્યા હતા. મતલબ છે કે હાલના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જે ભારતીયો માટે ખુશખબરી સમાન છે.. જો કે કુલ દર્દીઓની સંખ્યા 580થી વધુ છ ત્યારે રાહતની વાત એ છે કે સારવાર બાદ 48 કોરોના વાયરસથી પીડાતા દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.