///

ગુજ્જુ પંડ્યાએ અંતિમ ઓવરમાં 2 સિક્સ ફટકારી T-20 શ્રેણી જીતાડી, ભારત 2-0થી આગળ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ત્રણ T-20 સીરિઝની બીજી મેચમાં સિડની ખાતે 195 રનનો પીછો કરતા 19.4 ઓવરમાં 4 વિકેટે 195 રન કરી અને જીત હાંસિલ કરી છે.

ભારત તરફથી ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને 56, હાર્દિક પંડ્યાએ અણનમ 42 અને વિરાટ કોહલીએ 40 રન ફટકાર્યા હતાં. બીજી T-20 મેચ જીતીને ભારતે સીરિઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે

વિરાટ કોહલીએ 24 બોલમાં 2 ફોર અને 2 સિક્સની મદદથી 40 રન કર્યા હતાં. કોહલી ઇન્ટરનેશનલ T-20માં સેમ્સનો પ્રથમ શિકાર બન્યો હતો. સંજુ સેમસને 10 બોલમાં 1 ફોર અને 1 સિક્સની મદદથી 15 રન કર્યા હતાં. શિખર ધવને પોતાના T-20 કરિયરની 11મી ફિફટી ફટકારતા 36 બોલમાં 4 ફોર અને 2 સિક્સની મદદથી 52 રન કર્યા હતાં. તે એડમ ઝેમ્પાની બોલિંગમાં કેચ આઉટ થયો હતો.

ઓસ્ટ્રેલિયાનું બોલિંગ આક્રમણ કઇ ખાસ રહ્યું નહતું. ડેનીયલ સેમ્સ, એન્ડ્રુ ટાઇ, મીચેલ સ્વેપસોન અને એડમ ઝેમ્પાએ અનુક્રમે 1-1 વિકેટ હાંસિલ કરી હતી.

આ પહેલા ઓસ્ટ્રેલિયાએ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 194 રન કર્યા હતાં. જેમાં કેપ્ટન મેથ્યુ વેડે 58, સ્ટીવ સ્મિથે 46, મોઝેઝ હેનરિક્સે 26 અને ગ્લેન મેક્સવેલે 22 રન કર્યા હતાં.

ભારતના બોલિંગ આક્રમણમાં ટી. નટરાજને 2 વિકેટ, જ્યારે શાર્દુલ ઠાકુર અને યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ હાંસિલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.