//

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની:જાણો તેમની રસપ્રદ વાતો

આજે આપણા દેશનાં વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની ૧૩૦મી જન્મજયંતિ છે. આ પ્રસંગે દેશના ઘણા ભાગોમાં કાર્યકમો યોજવામાં આવી રહ્યા છે. પંડિત જવાહરલાલ નહેરુનાં યોગદાનને દેશ અને વિશ્વ ભુલી શકયું નથી. જે બદલ આખા દેશમાં તેમને શ્રદ્વાંજલિ અર્પિત કરવામાં આવી છે. આર્થિકનીતીને નહેરુવીયન સમાજવાદ કહેવાય છે.પંડીત જવાહરલાલ નહેરુનું આર્થિક મોર્ડલ પણ દેશનાં વ્યર્થ માટેનું કારણ માનવામાં આવે છે. તેમની આર્થિક નીતિ ખરેખર સામ્યવાદ અને મૂડીવાદનો એકરૃપ હતો. જેને નહેરુવીયન સમાજવાદ પણ કહેવામાં આવે છે. તેમની નીતિઓ આજે કંઇક અંશે વિચિત્ર લાગે છે. પરંતુ ૭૦ વર્ષ પહેલાના ભારત માટે આવી નીતિ જરૂરી હતી. જેને બ્રિટીશરોએ સંપૂર્ણ રીતે ચુસી હતી અને જયાં અનાજની આયાત કરવી પડતી હતી. ગરીબ દેશમાં ગંભીર મૂડીવાદ લાગુ થઇ શકયો નહીં. એ સમયે લોકકલ્યાણ અને ઉધોગનું રક્ષણ જરૂરી હતું. જેથી નહેરુએ મોટી સરકારની કંપનીઓ પીએસયુની સ્થાપના કરી હતી. આ કંપની બ્રેડથી સ્ટીલ સુધીનાં ઉત્પાદનમાં સામેલ હતાં. દેશમાં વીજળી, પાણી, રસ્તાઓ, ખાણકામ જેવા તમામ ક્ષેત્રોમાં જંગી મૂડી રોકાણ કરવાની જરૂરી હતી ત્યાર બાદ આ ક્ષેત્રે સોંપવામાં આવે તે માટે ખાનગી ક્ષેત્રનો એટલો વિકાસ થયો ન હતો.વડાપ્રધાન હોવા છતાં પણ પોતે સામાન્ય નાગરિકની જેમ વર્તતા પંડિત જવાહરલાલ નહેરુ સરમુખત્યારની રીતે વર્તે છે. નહેરુ પોતાનામાં કોઇ ઉત્તરાધિકારી ઉભા કરી શકયા નહતા. તેમણે દેશમાં લોકશાહી મૂલ્યોને વધારવા માટે ઘણું કામ કર્યુ હતું. તેઓ અભિવ્યકિતની સ્વતંત્રતાના પ્રબળ સમર્થક હતાં. આઝાદી પછી રચાયેલી કેબિનેટમાં પંડિત નહેરુએ પોતાને મોટો નહીં પરંતુ સમાન લોકોમાં પ્રથમ સમજતાં હતાં. સરદાર પટેલે તેમણે એક વાર સમજાવ્યુ હતુ કે તેઓ દેશનાં વડાપ્રધાન છે અને કેબિનેટનાં બાકીના પ્રધાનોના કામમાં દખલ કરી શકે છે. ગાંધીજી પછી તેઓ કોંગ્રેસના નિર્વિવાદ નેતા બન્યા સરદાર પટેલે નહેરુની લાયકાત સ્વીકારી હતી અને નહેરુના નેતુત્વ હેઠળ કામ કરવાનું સ્વીકાર્યુ હતું. નહેરુની સ્વીકૃતિ દેશના દરેક ક્ષેત્ર અને દરેક વર્ગને હતી જેથી ગાંધીજીએ પંડિત નહેરુને દેશના પ્રથમ વડાપ્રધાન બનાવ્યા હતાં. તેમના બાકીના વિકલ્પો જેવા કે, સરદાર પટેલ, રાજેન્દ્વ પ્રસાદ મૌલાના આઝાદ વગેરે કેટલાક વિભાગો અને ક્ષેત્રોને સમર્થન આપતા નેતાઓ હતાં.

પુત્રી ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગતા નથી.
નહેરુની પુત્રી ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન બન્યા તે પછી ગાંધી પરિવારે લાંબા સમય સુધી ભારત પર શાશન કર્યુ પરંતુ સત્ય એ છે કે, નહેરુ તેમની પુુત્રી ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગતા નહતા. જો કોઇએ રાજકારણમાં ગાંધી પરિાવરને આગળ વધાર્યો હોય તો તે, નહેરુ નહીં પરંતુ ઇન્દિરા ગાંધી હતાં. નહેરુના મૃત્યુ પછી ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન બનાવવામાં આવ્યા નહતાં. લાલબહાદુર શાસ્ત્રીને દેશના વડાપ્રધાન બન્યા હતાં. ઇન્દિરા ગાંધી પાછળથી કોંગ્રેસનાં રાજકારણ સક્રિય બન્યા હાતં. જેથી તેમનું સ્થાન તેમણે પોતે રાજનીતિમાં બનાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published.